________________
૨૯
મોર જગ જીત મા ન
ડી ઍન્ડ સન જુઓ કેપ્ટન કટલ, ગયે વખતે તમે અહીં આવ્યા હતા, ત્યારે મેં જરૂર કરતાં વધુ ભલમનસાઈ તમારા પ્રત્યે દાખવી હતી. તમે બહુ ચાલાક અને ધીટ લેકો છો. પેલા છોકરાને ઓફિસમાંથી લાત મારીને કાઢી ન મૂકે એટલા માટે જ મેં તમે કહેલું બધું સાંભળી લીધું હતું. પણ એ તો એક જ વખત એમ કર્યું હતું. ફરીથી એમ નહિ કરી શકાય; માટે તમે અબઘડી ચાલતા થાઓ.”
કેપ્ટનની જીભ પકડાઈ ગઈ અને તેમના પગ પણ જમીન ઉપર ચોંટી ગયા.
“જાઓભલા થઈને ચાલ્યા જાઓ. નહિ તે તમને ધક્કા મરાવીને કઢાવવા પડશે. મને પોતાને એવાં ત્રાસદાયક પગલાં પસંદ નથી; પણ મિ. ડોબી જે અહીં હોત, તો તમારી એથી પણ વધારે બૂરી વલે થાત. હું તો માત્ર તમને ચાલ્યા જવાનું જ કહું છું.”
કેપ્ટને હવે શ્વાસની રૂંધામણ ખાળવા જોરથી પોતાની છાતી ઉપર હાથ દાખ્યો; તથા પોતે ક્યાં છે એની ખાતરી કરવા જાણે તરફ નજર ફેરવી.
“કેપ્ટન કટલ, તમે બહુ ઊંડા માણસ છે. પણ તમે લોકો પાગલ તો નહીં જ બની ગયા છે – તમે તેમ જ તમારે લાપતા મિત્ર ! તમે લોકો ફકકડ કાવતરાં ગાઠ છે; ફક્કડ ફક્કડ વિચારણાઓ ચલા છે; સારી સારી મુલાકાતે ગોઠવે છે; સુંદર સુંદર નાના મુલાકાતીઓને મળે છે, હું ? પણ એ બધા ઉપર પાછા સીધા અહીં આવવાની પણ હિંમત કરે છે, એથી તો હદ થઈ જાય છે. તમે કાવતરાબાજે, અને ભાગેઓએ વધુ અક્કલ દાખવવી જોઈએ ! હવે તમે અહીંથી જવા મહેરબાની કરે છે કે નહિ?”
દીકરા,” કેપ્ટન હવે રૂંધાતે તથા ધ્રુજતે સ્વરે બોલ્યા, “તમને ઘણું ઘણું સંભળાવવાની મને ઇચ્છા થાય છે, પણ મારા શબ્દો બધા
ક્યાં તણાઈ ગયા, તેની મને ખબર પડતી નથી. મારે જુવાન મિત્ર ગઈ કાલે રાતે જ ડૂબી ગયો એમ મને લાગતું હોવાથી, હું જર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org