________________
ભાઈબહેન
૨૫૧ ભાઈને આજે કંઈક વહેલો તૈયાર થઈ બહાર જવા નીકળતો જોઈ તે બેલી, “જોન, ક્યાં આટલા વહેલા ચાલ્યા ?”
“હેરિયેટ, રોજ કરતાં થોડુંક જ વહેલું છે, પણ મારે પુના ઘર પાસે થઈને નીકળવું છે, જ્યાંથી મેં એને બહુ પહેલાં વિદાય આપી હતી.”
એને મેં પણ જોયો હોત અને ઓળખ્યો હોત તો સારું થાત, એમ મને પણ લાગ્યા કરે છે.”
“પણ બહેન, એની જે વલે થઈ એ જાણ્યા પછી, એને તમે નહોતા ઓળખતાં એ જ સારું થયું, એમ મને લાગે છે.”
પણ ભાઈ, તમને એને માટે જે દુઃખ થાય છે એ જોઈ મને જે દુઃખ થાય છે તેથી વધારે દુઃખ તો એને મેં એાળખે હેત તો પણ ન જ થાત.”
“પણ બહેન, તમે ખરે જ એમ માને છે કે, મેં તેનો પરિચય વધુ સાધ્યો હોત, તો તેને વધુ નુકસાન થયું ન હોત ?”
હા, હું એમ માનું છું તો શું, પણ ગાણું !”
પણુ એ નિર્દોષ જુવાનિયાની આબરૂને મારી સેબતને કારણે જરાય ડાઘ ન લાગે, એવી જ મારી ઈચછા રહ્યા કરતી; અને તેથી આજે પણ મારું મન સહેજ હળવું રહે છે. ભલે તે ઘડીએ તો મને એ વાતનું બહુ દુઃખ રહેતું.”
ભાઈ ચાલ્યો ગયો તે પછી હરિયેટ ઘરના કામકાજે લાગી ગઈ. બધું નાનું મોટું કામકાજ પરવાર્યા બાદ, ખરીદવાની થોડી વસ્તુઓ લઈ આવવા માટે તે બહાર નીકળી ગઈ.
તે દરમ્યાન બીજે રિતે થઈને એક પુખ્ત ઉમરના, ખુશનુમા ચહેરાવાળા, તથા ટટાર ઉઠાવવાળા સગૃહસ્થ ત્યાં આવી પહોંચ્યા.
ઘરમાં કોઈ નથી એમ જાણું, તે બહારના બાંકડા ઉપર રાહ જેતા બેઠા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org