________________
૨૨૨
ડોબી ઍન્ડ સન હા, હા, તારે આગળ જે કહેવું છે, તે હું સમજી ગઈ છું. તારે એમ જ કહેવું છે ને કે, મેં જ તને મારા ભાઈ તારી સાથે લગ્ન કરશે એમ માનવા પ્રેરી હતી, ખરું ને ?”
મારે કોઈની સામે કંઈ કહેવું નથી, કે મારે કોઈની સામે કંઈ ફરિયાદ પણ કરવી નથી. હું તો માત્ર મારા બચાવમાં કંઈક કહેવા માગતી હતી.”
હા, હા, લુક્રેશિયા ટેકસ તારે જે કહેવું હોય તે સંભળાવી દે, હું તૈયાર છું.”
“હું તમારા દૂર આક્ષેપ સામે મારા બચાવમાં તમને એટલું જ પૂછવા માગતી હતી કે, ખરેખર, લુઝા, તમે મને એવી કલ્પનાએ ચડવામાં સહેજે મદદ નથી કરી ? કે એ બનવું અસંભવિત નથી, એમ મારા મનમાં ઠસાવવા જરાય પ્રયત્ન નથી કર્યો ?”
“અહા ! માણસની સહનશક્તિની પણ કંઈક હદ હોય છે. હું ઘણું ઘણું સહન કરી શકું તેમ છું; પણ આટલું બધું નહિ. હું આ ઘરમાં અત્યારે શાથી ખેંચાઈ આવી એ નથી કહી શકતી; પણ મને મનમાં કંઈક એવી આગાહી જેવું થતું જ હતું કે આવું જ કંઈક બનવાનું છે. મારો વર્ષોને વિશ્વાસ એક ક્ષણમાં ઊડી ગયો છે; હું આજે તને સાચા સ્વરૂપે જોઈ શકી છું, એટલે અહીં આગળ જ હવે આ પ્રસંગ પૂરો થાય એમ હું ઈચ્છું છું. હું હંમેશાં તારું ભલું જ ઈચ્છતી આવી છું; પણ ડોમ્બી કુટુંબની એક સ્ત્રી તરીકે, અને મારા ભાઈની બહેન તરીકે, મારે તને ગૂડ મોર્નિંગ” કહીને વિદાય જ થવું ઘટે.”
આટલું કહી, મિસિસ ચિક ધૂંવાધૂંવાં થતી, પોતાના પતિ બેઠા હતા ત્યાં ધેડાગાડીમાં જઈને બેઠી.
મિ. ચિક વસ્તુસ્થિતિ કંઈક પામી ગયા હતા, એટલે તેના તરફ જોયા વિના અથવા જેતા હોવાનો દેખાવ કર્યા વિના છાપામાં માં રાખી ચૂપ રહ્યા. થેડી વારે મિસિસ ચિકે મોટેથી જણાવ્યું, “અહા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org