________________
લગ્ન
ર૩૫ વધુ ને વધુ નજીક ! છેવટે એટલી બધી નજીક, કે તેણે નીચી નમીને પથારી બહાર લટતા તેના સુંવાળા હાથ ઉપર પિતાના હોઠ ચાંપી દીધા, અને પછી તે હાથ હળવેથી પોતાને ગળે વીંટાળ્યો. એડિથની આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યાં. પછી પોતાનું વેદનાથી ફાટી જતું માથું ફર્લોરન્સના માથા પાસે જ ઓશિકા ઉપર તેણે ઢાળી દીધું.
એડિથ ગેંગરે પોતાના લગ્નની આગલી રાત એ એશિકે જ ગાળા. સવારે ઊગેલા સૂર્યે પણ તેને એ જ સ્થિતિમાં જોઈ
૩૧
લગ્ન
લગ્નને દિવસે ખાસી ધમાલ મચી રહી હતી. જે ચર્ચમાં લગ્ન થવાનું હતું, તેની અલગ આંતરેલી બેઠકમાં, એ વિધિમાં જેમને આમંત્રણ નહોતું છતાં જેમને કોઈ ને કોઈ કારણે એ વિધિ અછતા રહી જે હતો, તેવાઓએ ચર્ચની બાઈને છાના પૈસા આપી, બેઠક મેળવી લીધી હતી. ખાસ કરીને મિ સે; તેમને પોતાના સલાહકાર ચિકનને ફૉરન્સનું ઓળખાણું પાડીને કબૂલ કરી દેવું હતું કે પોતાના કોઈ મિત્રને નામે અત્યાર સુધી તેમણે જે સલાહ માગ્યા કરી હતી, તે ખરી રીતે એ લૌરન્સનો પ્રેમ પિતે જ મેળવી શકે એ બાબતમાં હતી ! પછી મિસ ટીસે પણ અણુછતી રહી આખો લગ્ન-વિધિ જોવાનું નકકી કર્યું હતું, અને તેમણે પણ ખૂણાની એક બેઠકની વ્યવસ્થા કરી હતી. અલબત્ત, એ વિધિ એમને માટે તો પોતાની બધી આશાઓની હોળી રૂપ હત; પરંતુ ઘણુને એવી છેવટની હોળીઓ નજરે જોઈ લેવાનું કારમું આકર્ષણ હોય છે, એ વાતની ના પાડી શકાય તેમ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org