________________
કંટન કટલ ધૂળ ભેગા થઈ જાય છે ૨૪૫ એટલે એમને દુઃખ થશે, એ જાણી મને ખૂબ જ દુઃખ થાય છે. તેમને કારણે મારે કશા નીચે છુંદાઈ મરવાનું હોય કે ઊંચેથી ભૂસકે મારવાનો હોય તો પણ હું વાર ન કરું –મને એમ કરવામાં ખૂબ આનંદ થાય—”
બિચારા કેપ્ટન મિ. સને આશ્વાસન આપવા તેના બરડા ઉપર ભાવથી હાથ ફેરવ્યો.
ટ્રસ તરત બોલી ઊઠયો, “આભાર કેપ્ટન જિલ્સ, તમે આટલી ચિંતામાં છે, છતાં મને આશ્વાસન આપવા પ્રયત્ન કરે છે, તેથી તમારે ઘણો ઘણો આભારી છું. મેં કહ્યું હતું તેમ, મારે એક મિત્રની બહુ જરૂર છે; અને તમારો પરિચય તમે મને વધારવા દેશે, તો મારા ઉપર આભાર થશે. મારી સ્થિતિ સારી છે; મારી પાસે ખૂબ પૈસા છે. છતાં મારા જે દુઃખી કોઈ નથી. હું મિસ ડોમ્બીને કારણે બહુ રિબાઉં છું, કૅપ્ટન જિસ; મને ખાવાનું પણ ભાવતું નથી; સારાં કપડાં પહેરવાનું ગમતું નથી. એકલે હોઉં છું તો રડયા જ કરું છું. એટલે તમે મને અહીં વારંવાર પાછો આવવા દેશો – તો મને ઘણે આનંદ થશે.”
બીજે દિવસે સવારે ઓફિસો ખૂલવાનો સમય થયો એટલે કેપ્ટન કટલ તરત મિડેબીની ઓફિસ તરફ દોડી ગયા, અને મિ. કાર્કર આવ્યા તેમની સાથે સાથે જ તેમને કમરામાં પેસી ગયા.
મિ. કાર્કરે પિતાની બત્રીસી બતાવીને કેપ્ટનને કહ્યું, “તે બહુ બેટના સમાચાર છે ખરું ને ?”
તો તમે કાલનાં છાપાંમાં સમાચાર વાંચ્યા, ખરું ને ?”
હા; અમને તો સીધા સમાચાર મળ્યા છે. વીમાવાળાઓને ભારે ખોટ જશે, બીજું શું? અમને પણ નફે નહિ થાય એ ખોટ જ ને? પણ એનું જ નામ જીવન છે ! લાભ – હાનિ ! નફો-નુકસાન !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org