________________
કંટન કટલ ધૂળ ભેગા થઈ જાય છે ર૪૩ “હા, હા, આગળ હંકારે.”
“તો હું કાઈ કોઈ વાર મિસ ડેબીને મળવા જાઉં છું; અલબત, ખાસ ઇરાદો રાખીને નહિ; પણ એ તરફ થઈને નીકળ્યો હોઉં, તો વળી તે તરફ પણ જાઉં, સમજ્યા ?”
“બરાબર છે.”
આજે હું , તર ગયો હતો ત્યારે અચાનક સુસાન મને અંદર એક બાજુ બોલાવી ગઈ અને મને તે દિવસનું છાપું બતાવીને તેણે કહ્યું, “આ છાપું આજે મેં આખો દિવસ દબાવી રાખ્યું છે. તેમાં એવા ખબર છે કે, સાઉધાસ્ટન બંદરે આવી પહોંચેલા “પિયન્સ' જહાજના કમાન્ડર હેત્રી જેમ્સના જણાવ્યા પ્રમાણે, જમૈકાથી તે પાછા આવવા નીકળ્યા, ત્યારે તેમને દરિયામાં એક જહાજનો ભંગાર તરત જોવા મળ્યો. તેમણે એક હેડીને તરત તેની વિગતો જાણવા તથા તેના ઉપર કોઈ માણસ વળગી રહ્યું હોય તો તેને લઈ આવવા મોકલી. પણ સુકાન ઉપર “સન એન્ડ ર’ – એવા અક્ષરો સિવાય એ જહાજની બીજી કશી ઓળખ થાય એવી નિશાની એ હોડીવાળાઓને ન મળી. તેમ જ કાઈ માણસ પણ એ ભંગારને આધારે તરતું ન હતું. પછી થોડી વારમાં જ એ ભાગમાં તોફાન શરૂ થયાથી એટલે ભંગાર પણ દરિયામાં અદશ્ય થઈ ગયો. એ માહિતી ઉપરથી હવે લાપતા બનેલા જહાજ “સન એન્ડ ચેર' નું શું થયું હશે તે બાબતની જે દ્વિધા રહેતી હતી, તે ખતમ થાય છે, અને એ જહાજને ડૂબી ગયેલું જાહેર કરવામાં આવે છે. એમાં કોઈ માણસ બચે હોય તેવું માની શકાતું નથી.'
સુસાને મને એ સમાચાર સંભળાવીને પછી કહ્યું કે, “આ સમાચાર મિસ ડેસ્મીને ન મળે એવી કાળજી તેણે આ દિવસ રાખી છે; પણ એ સમાચાર સાચા છે કે નહિ તેની ખાતરી કરવા, મિ. સેલેમન જિસની દુકાને જઈને તેમને તમે પ્રથમ મળી આવે.” એટલે હું એ છાપું લઈને અહીં દોડી આવ્યો છું.”
હતા અને હાકી
છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org