________________
૨૩૮
ડેબી ઍન્ડ સન ફલેરન્સ એડિથના જ વાલીપણું નીચે આવશે, એટલે એની વસ્તુ ઉપર મારે મારા સુખ ખાતર હક કરતા જવું એ પણ ઠીક ન કહેવાય ! એડિથને કદાચ ઈર્ષ્યા થાય !”
લગ્નનો સોગંદવિધિ પત્યા બાદ રજિસ્ટરમાં સહીઓ થઈ ગઈ
પછી મેજરે પ્રેમશૌર્યની રીતે નવવધૂને સલામ ભરી; આસપાસ સાહેલી તરીકે હાજર રહેલી બધી બાનુઓનો પણ તેમણે ચુંબનસત્કાર કર્યો. અલબત્ત, મિસિસ ક્યૂટને તે વચને એવી ચીસ પાડી કે, જાણે કોઈ યુવતી પોતાની છેડછાડ વખતે પાડે ! મિ. કાર્કર
જ્યારે એડિથને હોઠ ઉપર ચુંબન કરવા નમ્યા, ત્યાર મંદ હાસ્યને કારણે તેમના ધોળા ઝીણું દાંત એટલા બધા ચમકી ઊઠયા કે, તે જાણે એડિથને બચકું ભરવા જ નમ્યા હોય એમ લાગ્યું. એડિથના માં ઉપર પણ તે વખતે તેના પ્રત્યે ઘણાનો ભાવ સ્પષ્ટ તરી આવ્યો હતો. કાકરે સૌની જેમ શુભેચ્છા વ્યક્ત કરીને સાથે સાથે ઉમેર્યું : “આવા સર્વોત્તમ લચ-જોડાણથી જોડાયેલાં ભાગ્યશાળીઓ માટે એવી શુભેચ્છા દાખવવી પણ અનાવશ્યક જ કહેવાય !”
એડિથ મનમાં પહેલેથી સમજી ગઈ હતી કે, મિ. ડોમ્બીને આ મેનેજર તેને જાણે આરપાર જોઈ ગયો છે, અને તેના બધા હેતુઓ બરાબર પામી ગયો છે– તેથી તેની નજરમાં પોતાને માટે કશી સંમાનબુદ્ધિ જ રહી નથી !
બધાં ઘોડાગાડીમાં બેસી નવવધૂને ત્યાં નાસ્તા વગેરે સત્કાર માટે ચાલ્યાં ગયા બાદ, ચેરીછૂપીથી આ વિધિ જેવા હાજર રહેલાં એકે એકે નીકળવા લાગ્યાં. મિસ ટેક્સ પોતાની રડી રડીને લાલ લાલ થયેલી આંખો ઉપર રૂમાલ દાબતાં; મિ. ફરન્સને જોઈને પ્રેમબાણથી ઘાયલ થયેલી અવસ્થામાં પિતાના વફાદાર ચિકન સાથે; અને છેવટે મિ. ડોમ્બી પ્રત્યેના સર્ભાવથી જ અને પોતાની ખાનગી વ્યવસ્થાથી જ હાજર રહેલ કેપ્ટન કટલ. તે તો ચર્ચમાંથી રવાના થતા પહેલાં નાનકડા પલની કબર ઉપરની તખ્તી સુધી પણ હાથમાં હેટ ઉતારીને જઈ આવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org