________________
२४०
ડી એન્ડ સન પાછા આવી જ ગયા, ત્યારે ફરન્સને ચર્ચમાં નજરે જોયા પછી, તેમના મનમાં વેટરના કશા સમાચારનો અભાવ, તથા ઉપરથી સલામન જિટ્સનું પણ અદશ્ય થઈ જવું, એ બે બાબતો ઘૂમવા લાગી. સૌ મન જિલ્લના સમાચાર ફલેરન્સને પહોંચાડવાનું તેમને ઠીક નહોતું લાગ્યું;
જો કંઈ સારા સમાચાર પહોંચાડવાના હોત, તો તો કેપ્ટન મિત્ર ડોમ્બીના નવા સમરાવેલા અને સવેલા ભવ્ય મહેલમાં પણ પેસવાની હિંમત કરી હોત.
શિયાળાની અંધારી ઠારી નાખનારી રાત હતી; અને કેપ્ટન કટલ અંગીઠીમાં ભડભડાટ અગ્નિ સળગાવરાવી દુકાનના પાછલા ભાગમાં ગમગીન થઈ બેઠા હતા. વરસાદ પડતો હતો અને બહારની એ ખરાબ આબેહવા ઉપરથી કેપ્ટનને દરિયા ઉપરની ખરાબ આબેહવા અને તેમાં થતી ઑલ્ટરની વલે યાદ આવ્યા કરતી હતી,
અચાનક કોઈએ બારણું થપથપાવ્યું. કેપ્ટન તરત સાબદા થઈ, પિતાની સહીસલામતીની પેરવીમાં પડી ગયા; કારણ કે તેમને ગળા સુધીની ખાતરી હતી કે, આવી ખરાબ આબેહવામાં, તેમને પકડવા આવનાર ખરાબ દુશમન મિસિસ મેકસ્ટિંજર વિના બીજું કોઈ બહાર ન નીકળે !
રેબને સ્ત્રી-જાતિથી જ સાવધાન રહેવાની સૂચના અપાયેલી હોવાથી, અને તેણે બારણું બહાર પુરુષ જાતિના કોઈને ઊભેલું જોઈ બારણું તરત ઉઘાડયું, અને આખે શરીરે વરસાદના પાણીથી છંટકાઈ ગયેલા મિટ્રસે અંદર પ્રવેશ કર્યો.
કૅપ્ટને લગ્નવિધિ વખતે આ જુવાન સગ્રહસ્થને દેવળમાં હાજર રહેલા જોયા હતા એટલે તેમણે બહાર આવી તેમને પરિચયસૂચક નમન કર્યું. મિ. ટ્રસે ડચકારો વગાડ્યો, પણ પછી મુંઝવણના માર્યા તેમણે જોરથી હાંફવા માંડયું. પછી બીજું કંઈ ન સૂઝતાં તેમણે રોબને જોઈ તરત તેને હાથ પકડી જોરથી હસ્તધૂનન કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org