________________
કૅપ્ટન કટલ ધૂળ ભેગા થઈ જાય છે
કષ્ટન કટલ સામાન્ય રીતે બહાર નીકળતા જ નહિ; અને રાતે ખુલ્લી હવામાં બહાર નીકળે, ત્યારે પણ બહુ ડરતા ડરતા તથા છુપાઈને. મિસિસ મેકેટિંજર જે દુશમન પિતાને શોધવાનો પ્રયત્ન કર્યા વિના રહે, એ વાતમાં માલ નથી, એમ તે બરાબર સમજતા હતા. ગમે તે ઘડીએ પોતાનું અપહરણ થઈ જવાનું છે એવી તેમને ખાતરી જ હતી. એટલે બને તેવે વખતે શું કરવું તેના પાઠ તે શીખવ્યા જ કરતા. મિસિસ મૅકટિંજર દ્વારા આવવાની એ આફતનું સ્પષ્ટ સ્વરૂપ બને સમજાવ્યા વિના, તેમણે એને સીટી વડે અમુક પરિચિત રાગો વગાડતાં શીખવી રાખ્યા હતા. તથા પોતે લાગલગાટ ૨૪ કલાક સુધી પાછા ન આવે, તો બે મિસિસ બૅકટિંજરવાળા પોતાના જૂના મકાન આગળ આવી, એ રાગ સીટીમાં વગાડો, અને પોતે જ એ જ રાગની સીટી વડે ઘરમાંથી જવાબ આપે, તો તરત ત્યાંથી તેણે પાછા ભાગી જવું અને બરાબર ચાવીસ કલાકે ત્યાં પાછા આવીને હાજર થવું, એમ શીખવી રાખ્યું. પણ પોતે જે બીજા રાગની સીટી વગાડે, તો તેણે થોડે દૂર જઈ પાછી આવવું અને પોતે જે કંઈ નવી નિશાનીઓ કરે, તે સમજીને તે પ્રમાણે વર્તવું, એવી તાકીદ પણ આપી.
કેપ્ટન કટલ જ્યારે મિ. ડેબીના લગ્ન વખતે ચર્ચમાં ગયા ત્યારે પણ બંધ ઘોડાગાડીમાં જ ગયા હતા. ત્યાંથી સહીસલામત ઘેર પાછા આવવાની તેમને આશા ન હતી, પરંતુ તે સહીસલામત ઘેર
૨૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org