________________
મિસિસ ચિકની આંખ ઊઘડે છે. ૨૨૧ અરે, મને ગઈ કાલે જ કાઈએ કહ્યું હોત, અથવા એક કલાક પહેલાં જ કહ્યું હોત, તો હું તેને ફટકા મારી જમીન ઉપર જ તોડી પાડત; પણુ લુક્રેશિયા ટેક્સ મારી આંખો આંગળાં ઘાલીને ખોલી નાખવામાં આવી છે. મારી આંખનું પડી એકદમ હટી ગયું છે, અને તે કારણે હું જ આભી બની ગઈ છું. મેં મૂરખીએ કે અંધ વિશ્વાસ મૂક્યો હતો, અને તેનો કેવો દુરુપણ કરવામાં આવ્યો? કે ગેરલાભ લેવામાં આવ્યું ?”
સખી, તમે આમ વારંવાર કઈ વસ્તુ મનમાં રાખીને મને સંભળાવવા લાગ્યાં છે ?”
“લુક્રેશિયા, તું તારા મનને પૂછે ને ! અને હવેથી તારે મને આવા નિકટના સંબંધવાળા સંબંધનથી સંબોધવી નહિ. આવો સાપ મેં મારા હાથે મારા ભાઈના ઘરમાં ઘાલ્યો ! જે સાપ મારા ભાઈના ઘરનું દૂધ પીને, તેને વિશ્વાસ મેળવીને આ કારણે ઠંખ મારવા તૈયાર થઈ ગયે હતો ! વાહ, તારે એમની સાથે લગ્ન કરવું હતું કેમ ? કઈક વિચાર તો કર હતો કે, એ કેવી તારા ગજા બહારની – તારી લાયકાત બહારની વાત છે ! તેં અમને શું ધારી લીધાં હતાં, વારુ ?”
“લુઝા, મહેરબાની કરીને આવા કઠેર શબ્દો ન વાપરશે.”
“કઠોર શબ્દો ? કઠોર ! મારા દેખતાં જ તારા અંતરમાં શું હતું, તે તે બેભાન બનીને પુરવાર કરી નથી આપ્યું ? અને એ વસ્તુ મારે માટે કેવી આઘાતરૂપ નીવડે એને તને વિચાર સરખો આવ્યો હત વારુ !”
પણ કયાં કેાઈ સામે કશી ફરિયાદ કરી છે કે, એથી એક શબ્દ પણ ઉચ્ચાર્યો છે? તમે આપેલા નવા સમાચારથી હું જરા ડઘાઈ ગઈ એટલું જ. મિ. ડબ્બી મારી બાબતમાં અત્યાર સુધી કિંઈક ભાવ જેવું દાખવતા આવ્યા હતા, એ ઉપરથી કશું મેં માની લીધું હોય, તો તેમાં મારે કશે ખાસ અપરાધ થતા હોય એમ તમારે માની લેવું ન જોઈએ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org