________________
૨૩૦
ડી એન્ડ સન તેની નજીક હોય તો સંતોષ થાય એમ માની, તે એને અહીં લઈ આવી! કેવું કુદરતી ? કેવું સ્વાભાવિક ”
પછી જમવાને વખત થતાં મિ. ડોમ્બી મિસિસ સ્કયૂટનને જમવાના ઓરડા તરફ દોરી ગયા. ત્યાં ફલેરન્સ અને એડિથ ટેબલ આગળ સાથે જ બેઠાં હતાં. ફલૅરન્સ પિતાને માટે એડિથ પાસેની ખુરશી ખાલી કરવા ઊભી થઈ ગઈ. પણ એડિથે તેનો હાથ ખેંચી તેને પાછી બેસાડી દીધી. મિ. ડાબી બાજુએ જઈને બેઠા.
જમતી વેળા મિસિસ યૂટને વાત વાતમાં મિડોમ્બીને ભલા માણસની પેઠે પૂછયું, “લગ્ન અંગેની બધી તમારી તૈયારીઓ પૂરી થવા આવી હશે, નહિ વારુ ?”
“હા, હા, બધું જ લગભગ પૂરું થવા આવ્યું છે.”
વકીલના કાગળ – બાગળે પણ?”
“હા, મૅડમ; કાગળો તો તૈયાર થઈ ગયા છે; હવે એડિથ એના ઉપર સહી કરવા આવવાનો સમય આપે એટલી જ વાર.”
એડિથ બોલ્યા ચાલ્યા વિના પૂતળાની પેઠે ચૂપ રહી.
મિસિસ ક્યુટને એડિથને સંકોરતાં પૂછયું, “મારી વહાલી એડિથ, મિ. ડોમ્બીએ શું કહ્યું, તે સાંભળ્યું ?”
મારે કશું સૂચવવાનું નથી; તે કહે ત્યારે હું જવા તૈયાર છું.” તો કાલે?” મિ. ડોમ્બીએ પૂછયું. “જેવી તમારી મરજી.”
“ક પછી, તમારી આવતી કાલની મુલાકાતો ગોઠવાઈ ગઈ હોય, તો પરમ દિવસે રાખીએ?”
“મારે કોઈ મુલાકાતો ગોઠવાયેલી નથી; એટલે તમે જ્યારે કહો ત્યારે આવવા હું તૈયાર છું.”
વાહ, મુલાકાતે છે જ નહીં, એમ તે કહે છે, વહાલી એડિથ ? કેટકેટલા વેપારીઓ, દુકાનદારો વગેરેની સાથે આખો દિવસ તો તું રોકાયેલી રહે છે !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org