________________
ર૩૧
લગ્નની આગલી રાત “તો પછી તમે જ મિ. ડોમ્બી સાથે નક્કી કરી લોને!” એડિથે ઘુરકિયું કર્યું.
અઠવાડિયું જલદી પસાર થઈ ગયું. દરજી, પિશાકવાળાઓ, ઝવેરીઓ, વકીલો, માળીઓ, કંદોઈઓ – વગેરેને ત્યાં દોડાદોડી કરવાની હતી, અને ફરન્સ હંમેશાં એડિથની સાથે જતી. એડિથનો આગ્રહ હતું કે, ફલૅરન્સ શેકનાં કપડાં તજી, સારાં કપડાંમાં લગ્ન વખતે હાજર રહેવું. એટલે તેને માટે પણ સુંદર પિશાક તૈયાર કરાવવામાં આવ્યો.
- બધા પોશાકો તૈયાર થઈને આવવા લાગ્યા, તેમ તેમ મિસિસ સ્કયૂટન જ એ અંગે દરજી વગેરે સાથે ચર્ચામાં ઊતરતાં. એડિથ તો તે બધા પહેરી જોઈને એક શબ્દ પણ બેલ્યા વિના ઉતારી નાખતી. બજારમાં ખરીદી વખતે પણ એડિથ ઘણુય વાર ઘોડાગાડીમાં જ બેસી રહેતી; મિસિસ ક્યૂટન જ દુકાનમાં જતાં-આવતાં. એડિથ આ બધા તરફ જાણે પિતાને કશી લેવાદેવા ન હોય તેવો તુચ્છકારને ભાવ જ દાખવતી.
લગ્નની આગલી રાત હતી, અને મિડોમ્બી મિસિસ ન્યૂટન સાથે વાતો કરતા બેઠા હતા. એડિથ ખુલ્લી બારીમાંથી બહાર જોઈ રહી હતી, અને ફલોરન્સ મોડું થયું હોવાથી અને થાકી ગઈ હોવાથી ઊંઘી ગઈ હતી.
કિલોપેટ્રા રાણુએ હવે મિ. ડોમ્બીને આજીજીને સૂરે કહ્યું, “કાલે મારી વહાલી એડિથને તમે ઉપાડી જાઓ, ત્યારે બદલામાં ફૉરન્સને મારી પાસે મૂકતા જશો, એવી હું આશા રાખું છું.”
અચાનક એડિથે પિતાનું માં પાછું ફેરવ્યું અત્યાર સુધી તે કેવળ ઉપેક્ષા-ભાવ ધારણ કરી રહી હતી, તેને બદલે હવે તે ધ્યાનપૂર્વક આ વાતચીત સાંભળવા લાગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org