________________
२२८
ડી એન્ડ સન મિસિસ યૂટન પિતાની પુત્રીનો મિજાજ તરત પારખી ગયાં; તેમણે વિષય બદલી નાખ્યો અને ફરન્સને કહ્યું, “મારી વહાલી મીઠડી, તું જાણે છે કે, બરાબર અઠવાડિયા બાદ તારા વહાલા પપા મારી વહાલી એડિશને પરણાવાના છે ?”
હું એટલું જાણતી હતી કે, લગ્ન જલદી થવાનું છે; પણ ચોકકસ દિવસની મને ખબર ન હતી.”
વાહ દીકરી એડિથ, તે ફલેરન્સને એ વાત નથી કરી ?”
શા માટે ફરન્સને એ વાત કરું વળી ?” એડિથે હવે લગભગ તે છડાઈથી જ પૂછયું.
મિસિસ ક્ટને હવે ફલેરન્સને વધુ સહીસલામત કહી શકાય તેવા પ્રસંગ ઉપર લાવવા માટે કહ્યું, “તારા પપા, મારી મીઠડી, આજે અહીં જમવા આવવાના છે; તે વખતે તને અહીં અચાનક જોઈ કેવા ચેક અને ખુશી થશે, વારુ ?”
ફલેરન્સને જેકે, આ સમાચારથી મૂંઝવણ જ થઈ, કારણ કે, તેના પિતા તેને અહીં આવેલી જોઈ ખરેખર રાજી જ થશે, એ તેને ભરસો ન હતો; અને તેનું ચાલ્યું હોત તો તે અબઘડી જ પગપાળી પિતાને ઘેર પાછી ચાલી ગઈ હોત.
જેમ જેમ પિતાને જમવા આવવાનો સમય પાસે આવવા લાગે, તેમ તેમ ફૉરન્સ લગભગ ગાભરી થઈને મિસિસ ટનની પથારી પાસે જ બેસી રહી. મિસિસ યૂટને પણ બચપણના રમતિયાળપણુના ભાવથી હસતાં હસતાં ફૉરન્સ ઉપર પોતાની શાલ નાખી દીધી. ફૉરન્સ એ શાલ કાઢી નાખે તે પહેલાં તો મિત્ર ડોમ્બીનાં પગલાં એ ઓરડામાં દાખલ થતાં સંભળાયાં; એટલે ફરન્સને હવે ગુપચુપ બેસી રહ્યા વિના છૂટકો ન રહ્યો.
મિ. ડેબીએ અંદર આવી મિસિસ ક્યૂટન તથા એડિથને અભિવાદન કર્યા. પોતાના પિતાને વિચિત્ર અવાજ સાંભળી ફલોરન્સ આખે શરીરે કંપી ઊઠી. મિસિસ સ્કયૂટને કહ્યું –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org