________________
૨૨૬
ડી એન્ડ સન મમા, મારે કમર જે બદલી શકાય એમ હોય, તો મને ઉપરનો એક કમરે વધુ ગમશે.”
કેમ આ કમરે તને પૂરતે ઊંચે આવેલે લાગતો નથી ?”
પેલો, કમરે મારા ભાઈને કમરે છે, અને મને તે બહુ ગમે છે. હું અહીં આવી, ત્યારે કારીગરોને કામે લાગેલા જોઈને મારે કમર બદલી આપવાનું પપાને કહેવાનું મને મન થયું હતું, પરંતુ મને લાગ્યું કે, પપાને કદાચ દુઃખ થશે, એટલે મેં તે વાત જ ન કરી. પછી મને થયું કે, આમા તો થોડા જ વખતમાં અહીં પાછાં આવવાનાં જ છે, ત્યારે તેમને વાત કરીશ.”
એડિથ ફર્લોરન્સના માં સામે જ જોઈ રહી. ફલેરન્સ હવે જ જોઈ શકી કે, આ સ્ત્રીનું સૌંદર્ય બહારથી જેવું દઝાડે તેવું તેજસ્વી લાગે છે, તેવું ખરેખર નથી; ખાસ કરીને પોતાના પ્રત્યે તો તેનું પ્રતાપી મુખ નમ્ર અને મધુર બની રહે છે.
એડિથે તરત જ ફર્લોરન્સને એ કમરે બદલાવી આપવાનું વચન આપ્યું; તથા એ કમરામાં જોઈતો ફેરફાર જાતે જ દેખરેખ રાખીને કરાવી આપવાનું પણ. પછી તેણે સગત પૌલ વિષે કેટલાક પ્રશ્નો પૂછળ્યા, અને અંતે જણાવ્યું, “ પ્રિય, હું તને મારી સાથે મારે ઘેર લઈ જવા આવી છું. હું અને મારાં મા હવે લંડનમાં આવી ગયાં છીએ અને ઘર રાખીને રહીએ છીએ. હું પરણી જાઉં ત્યાં સુધી તું મારી સાથે જ રહે, જેથી આપણે એકબીજાને વધુ ઓળખીએ અને એકબીજા ઉપર વધુ વિશ્વાસ મૂકતાં થઈએ.”
“મમા, તમે કેટલાં બધાં સારાં છે ? મારા ઉપર કેટલે બધો ભાવ રાખે છે ? હું તમારે ઘણે ઘણે આભાર માનું છું.”
પણ વહાલી, અત્યારે જ એક વાત હું કહી દઉં, કારણ કે એ કહેવાની કદાચ અત્યારે જ સારામાં સારી તક હોય;” એમ કહી એીિ તરફ નજર કરી લીધી અને બંને એકલાં જ છે એવી ખાતરી કર્યા બાદ ધીમે અવાજે કહ્યું, “હું પરણીને થોડા દિવસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org