________________
મિસિસ ચિની આંખો ઊઘડે છે
૨૧૯
―
“હું કંઈ મૂરખ નથી; જો કે બહુ બુદ્ધિશાળી હાવાને દાવા પણ કરતી નથી જોકે કેટલાક લેાકા મને બુદ્ધિશાળી માનવાની અને કહેવાની અસાધારણતા બતાવે છે, એ વાતને હું નકારતી નથી, – છતાં મને કાઈ કહેવા આવે કે, મારા ભાઈએ એ ગુણ્ણા વિનાની સ્ત્રી સાથે લગ્ન કરવું – ભલેને એ સ્ત્રી ગમે તે હોય – તે મને મારી બુદ્ધિનું અપમાન જ થયું લાગે : ભલેને મારામાં એછી બુદ્ધિ હોય તે! એછી ! એટલે મારા ભાઈએ ક્રીથી લગ્ન કરવાનું નક્કી કરતી વેળા, તેમની પાસેથી જેવી અપેક્ષા કાઈ પણ રાખે, તેવું જ તેમણે કર્યુ છે. તે જ્યારે બહાર પ્રવાસે ગયા, ત્યારે પાછળ કાઈ સ્રી પ્રત્યે કશું પ્રેમઅંધન મૂકીને નહાતા ગયા [મિસ ટ્રીક્સને ચમકારે] અને બહાર જઈને કશું પ્રેમબંધન ઊભું કરી આવશે એમ પણ કાઈ માનતું ન હતું. પરંતુ જે કંઈ તે કરી લાવ્યા છે, તે બધી રીતે ઇચ્છનીય છે.— પ્રસંશનીય છે. મા છે તે બહુ સંસ્કારી અને ગૌરવાન્વિત બાઈ છે; અને લગ્ન બાદ તે એ લેાકા સાથે જ રહેવાની છે, એ વાતમાં વિરેધ ઉઠાવવાને મને કશે। જ હક હાય, એમ હું જોતી નથી. એ પેાલને લગતી બાબત છે, મારે લગતી નહિ. અને પૉલની પસંદ કરેલી સ્ત્રીની વાત ઉપર આવું, તે મેં હજુ તેનું ચિત્ર જ જોયું છે; તેટલા ઉપરથી પણ તે ભારે સૌ દર્યવાન હોય એમ લાગે છે. તેનું નામ પણ સુંદર છે. ‘એડિથ’– એ નામ બહુ સામન્ય નથી, અને મને તે બહુ વિશિષ્ટતાવાળું લાગે છે. અને લુક્રેશિયા તું જાણીને રાજી થશે કે, લગ્ન પણ તાત્કાલિક જ લેવાવાનું છે. અને મારા ભાઈએ તારા પ્રત્યે અવારનવાર જે ભલી લાગણી દાખવી છે, તેટલા માત્રે પણ, મારા ભાઈ એ ક્રીથી લગ્ન કરવા બાબત જે નિર્ણય લીધેા છે, તેથી તારે રાજીપા દાખવવા જોઈએ.’’
મિસ ટૉક્સ આ ઉદ્દેાધન પૂરું થયું, તેની સાથે જ કાતર છેડીને તાજેતરમાં હાથમાં લીધેલા પાણીના ઝારા સાથે, વિચિત્ર રીતે આંખા ફાડીને, તથા મેટેથી હસીને ઊભેથી ગબડી. અને તે જ ક્ષણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org