________________
મિસિસ ચિકની આંખ ઊઘડે છે
૨૧૭ મિસિસ ચિકે હવે આગળ ચલાવ્યું, “ફૉરન્સ પણ ઘેર પાછી આવી ગઈ છે. તે હવે મોટી થઈ છે, અને પહેલાંની પેઠે ઘરકૂકડી થઈ રહ્યું હવે તેને ચાલવાનું નથી, એ બાબતમાં શંકા જ નથી. અને જે કોઈ એવી નિઃશંક બાબતમાં શંકા લાવે, તેને માટે મારા મનમાં ખાસ કશે આદર જ ન રહે.”
મિસ ટેસે ખાસ કશી સમજ ન પડવા છતાં, “હા” ભરી.
ફલેરન્સ બહુ વિચિત્ર છોકરી બનતી જાય છે. અને પોલના મૃત્યુથી જે કંઈ નિરાશા મારા ભાઈને થઈ છે, તે પછી ફલોરન્સની સોબત તેમને છેક અકારી થઈ ગઈ છે. તો પછી શું કરવું ? મારા ભાઈએ કંઈક કશિશ કરવી જ જોઈએ—અને ડોમ્બી કુટુંબને પુરુષ કોશિશ કર્યા વિના રહે જ નહિ. મારો ભાઈ હવે ડબ્બી કુટુંબનો એકમાત્ર વડે તેમ જ એકમાત્ર અવશેષ છે. મને તો ગણનામાં લેવાય જ નહિ – ”
વાહ મારી પ્રેમસખી, એમ તે હોય ? તમે પણ પૂરાં ડાબી જ છે !”
નારે ના, હું તો બહુ ઢીલી પ્રકૃતિની છું; આરસપહાણ જેવી મક્કમ થઈ શકતી જ નથી. હવે મને એટલું જ જોવાની ઈચ્છા છે કે, તે પણ ડાબી” કુટુંબના નામને લાયક નીવડે.”
તમારાથી જુદા અભિપ્રાયવાળી બનવાની નાલાયકી દાખવવાને અપરાધ કર્યા વિના, મારી પ્રિય સખી, હું એમ કહેવાની હિંમત કરી શકું, કે તે એટલે કે તમારી મીઠી ભત્રીજી પણ ડોમ્બી કુટુંબને લાયક જ નીવડશે.”
મારી ભત્રીજી ફલેરન્સની વાત વળી ક્યાં કરું છું તે ? પણ કદાચ મારું બેલવાનું અધૂરું હોવાથી તને એમ સમજાયું હોય, તે એ મારે વાંક ગણાય. હું જેને મનમાં રાખીને કુટુંબના નામને લાયક નીવડવાની વાત કરું છું, તે તો છે મારા ભાઈની બીજી પત્નીની વાત ! મારા ભાઈ ફરી લગ્ન કરવાનો વિચાર કરે છે અને જેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org