________________
૨૧૬
ડેબી એન્ડ સન તમે મને મળવા આટલાં વહેલી સવારે આવ્યાં એ તમારી કેવી ભલમનસાઈ છે? નાસ્તો બાસ્તો પરવારીને આવ્યાં છે કે નહિ, એ મને પહેલું કહી દો !”
“આભાર, લુક્રેશિયા, હું આજે વહેલી નાસ્તો પરવારીને નીકળી છું – ઘેર પાછા આવેલા મારા ભાઈને ત્યાંથી સ્તો.”
તેમની તબિયત તો સારી છે ને.” મિસ ટેસે યુવતીજનોચિત લજજાથી સહેજ સંકેચ સાથે પૂછયું.
“આભાર, તેમની તબિયત બહુ સારી થઈ છે.” [ ગળામાં સૂચક ઉધરસનું ઠપકું.]
“હાં, હાં, સખી, આ ઉધરસથી ચેતતાં રહેજો.” મિસ ટેસે લાગણી બતાવી.
એ તો હવા બદલાઈ છે એ કારણે સહેજ થઈ હશે. આપણે દુનિયામાં હરહંમેશ ફેરબદલીની જ અપેક્ષા રાખવી જોઈએ ને !”
આ હવાની બાબતમાં જ ને ?”
અરે દરેક બાબતમાં, વળી. આ દુનિયા જ ફેરબદલાની દુનિયા છે – તેમાં સતત ફેરફાર થયે જ જાય છે. અને તે સ્વત:સિદ્ધ બાબત જે કબૂલ ન રાખે, તેની સમજદારી વિષે મારો અભિપ્રાય તક્ષણ બદલાઈ જાય.”
માફ કરજે, વહાલાં લુઈઝા ! પણ ઘોડાગાડીમાં મિચિક બેસી રહ્યા છે કે શું?”
“બેસવા દે ને, બહેન ! એમના હાથમાં છાપું છે, એટલે તેમના બે કલાક ક્યાં નીકળી જશે, તે ખબરે નહિ પડે. તું તારું ફૂલેનું કામ કર, અને હું જરા અહીં બેસીને આરામ કરું.”
મિસ ટોક્સ તરત સમજી ગઈ કે, લુઈઝા કંઈક અગત્યની વાત કરવા આવી છે અને પોતાના ભાઈને મળીને આવી છે, એટલે બીજી કઈ વાત હશે, વળી ! તેથી તે મીઠી શરમથી ધબકતે હૃદયે એક આકર્ષક ચેષ્ટા સાથે છેડ કાતરવાને કામે લાગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org