________________
૨૧૮
ડેબી ઍન્ડ સન ઉપર તે એ પસંદગી ઢળવા માગે છે, તે ડોમ્બી કુટુંબની આ વસ્તુ બરાબર યાદ રાખશે, એવી હું આશા રાખું છું.”
મિસ ટેક્સ હવે ધમણની પેઠે હાંફવા લાગી. આગળ શું આવી રહ્યું છે–પિતાનું નામ જ આવવાનું વળી!– તેની આગાહી થવા લાગતાં તે લજજાથી લાલ લાલ પણ થઈ જવા લાગી. લગ્નનું કહેણ આટલું જલદી આવશે, એવું કદાચ તેની કલ્પનામાં પણ ન હતું. હજુ ઘણું કાશિશ” કરવી પડશે કે ચાલુ રાખવી પડશે,–એમ જ તે માનતી હતી.
જે મારા ભાઈ પલે મારી સલાહ લીધી હતી, – કોઈ કોઈ વાર તે લે છે; અથવા વધુ ચોક્કસ ભાષા વાપરીએ તો પહેલાં તે મારી સલાહ લીધા કરતા; કારણ કે, સ્વાભાવિક રીતે જ હવે તે મારી સલાહ નહીં લે, અને મને પણ તેથી એક જવાબદારીમાંથી છૂટવાની જ નિરાંત લાગે છે.” મિસિસ ચિક જાણે આવેશમાં આવી જઈ બેલતાં હોય તેમ બેલવા માંડયાં; “કારણ કે, ઈશ્વરકૃપાએ હું એવી અદેખી પ્રકૃતિની નથી,-એટલે જે મારે ભાઈ પલ મારી પાસે આવ્યો હતો અને મને પૂછત કે, પત્નીમાં ક્યા કયા ગુણ હોવા જોઈએ એવી સલાહ તું આપે છે? તે જરૂર કહેત કે, પત્ની ખાનદાન કુટુંબની હોવી જોઈએ, પ્રભાવશાળી હેવી જોઈએ, સુંદર હોવી જોઈએ, તેમ જ સારા સંબંધેવાળી હોવી જોઈએ. હું એ શબ્દો જ વાપરત. ભલે પછી એ શબ્દો બોલવા બદલ મને તરત જ કોઈ ફાંસીએ ચડાવી દે ! હું મારા ભાઈને તેમ છતાં કહેતા કે, “પેલ ! તમે ફરી પરણવા તૈયાર થાઓ અને સારા ખાનદાન વિનાની સ્ત્રીને પરણો ! સૌંદર્ય વિનાનીને પરણે ! પ્રભાવશાળી ન હોય તેવી સ્ત્રીને પરણો ! સારા સંબંધો વિનાની હોય તેને પરણે ! આખી દુનિયામાં એવો અણઘડ અભિપ્રાય ધરાવનાર કેણ મૂવું છે, તેનું મેટું તો હું જોઉં !”
મિસ ટોક્સને હજુ પણ મિસિસ ચિકના આ આવેશ પાછળ પિતાને જ આગળ કરવાની ભાવના છે, એમ લાગતું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org