________________
૨૯ મિસિસ ચિકની આંખે ઊઘડે છે | મ મ્મીની લીમિંગ્ટન તરક્કી ગેરહાજરી દરમ્યાન મિસ ટોક્સ તેમને ત્યાં જતી આવતી બંધ થઈ હતી. પણ આજે સવારે તેણે મેજર ઑગસ્ટકની બારી ઉઘાડી જોઈ હતી; એટલે મેજર પાછા આવ્યા હોય તો મિત્ર ડોમ્બી પણ આવી ગયા હશે, એવું અનુમાન તેણે કરી લીધું. મેજર ઑગસ્ટકે, ઉઘાડી બારીએ એકબીજાની નજર એક થતાં તેને “લટક-સલામ પણ ભરી હતી. ત્યારથી માંડીને મિસ ટસના વિચારે મિડેસ્બી તરફ વળી ગયો, અને જ્યારે પિતાની સાહેલી મિસિસ ચિક – મિ. ડોમ્બીની બહેન લુઈઝા– મિડોમ્બીને ઘેર લઈ જવા પિતાને તેડવા આવે, તેની રાહ જોતી, તે, કાતર લઈને છોડવાનાં પાન કાતરવા લાગી.
અને થોડી વારમાં, ધાર્યા પ્રમાણે મિસિસ ચિકની ગાડી આવીને ઊભી જ રહી; અને મિસિસ ચિક જ્યારે મિસ ટોક્સના ઓરડામાં દાખલ થઈ ત્યારે મિસ ટોસ જાણે તેના આવવાની કલ્પના પણ ન હોય, તેમ, કુંડાના છોડને કાતરવાના કામમાં મશગૂલ થઈ ગઈ હતી.
મિસિસ ચિક ઓરડામાં દાખલ થયા એટલે મિસ ટોકસે હાથમાંની કાતર મૂકીને, પહોળા કરેલા હાથે તેમને આવકાર આપતાં જણાવ્યું –
મારી મધુરી સખી કેમ છે ?”
પણ મિસ ટોક્સની “મધુરી” સખી આજે કંઈ ઓર દમામમાં હતી. તેણે મિસ ટેક્સને ચુંબન કરીને કહ્યું, “લુઝેશિયા, તારે આભાર માનું છું; હું સારી છું, અને તે પણ હશે એવી આશા રાખું છું.”
૨૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org