________________
૨૦૮
ડોબી ઍન્ડ સન “તું પેલા બિચારા કાર્યરની વાત કરે છે ? એ માણસ તે મને બહુ નમ્ર અને અનુકૂળ લાગ્યો. અને ધારો કે, તેના પ્રત્યે તને વિશ્વાસ મૂકવા જેવું ન લાગતું હોય, કે તેની સાથે વર્તવામાં સ્વમાન જેવું ન લાગતું હોય, તો પણ તેથી તારા ઘરસંસાર ઉપર તેની શી અસર પડવાની વારુ?”
૨૮ નવી મા !
જર બાનેંટ સ્કટલ્સના કુટુંબમાં આદરભરી અને પ્રેમભરી મહેમાનગત પામીને ફલોરન્સ સુસાન નિપર સાથે પોતાના પિતાને ઘેર પાછી ફરવાની થઈ.
પિતાને ત્યાંથી ગેરહાજરીને આ લાંબા ગાળા દરમ્યાન મિત્ર કાર્ટર ફલેરન્સની બીજી બે મુલાકાત લઈ ગયા હતા. દરેક વખતે તે આવીને એક જ સમાચાર આપી જતા કે, પેલા “સન એન્ડ એરે” જહાજના કાંઈ જ સમાચાર નથી, અને તેના માઠા સમાચાર માટે જ તૈયાર રહેવું જોઈએ. અલબત્ત, ફલેરન્સને એ જહાજના સમાચાર બાબત છે રસ હોઈ શકે, એ અંગે મિ. કાર્કરની શી કલ્પના હશે, તે ફલેરન્સ વિચારી શકતી નહોતી; તેમ જ જહાજના સમાચાર ફલેરન્સને આવી ચીવટથી અને આવી ગંભીરતાથી આપી જવાનો તેમનો અધિકાર પણ ફલેરન્સને સમજાતો નહોતો.
સુસાન ફૉરન્સને એટલું કહી શકતી હતી કે, મિ. કાર મિત્ર ડાબીને વિશ્વાસુ તથા જમણે હાથ જેવો માણસ છે. શહેરમાં મિત્ર ડોમ્બીનો જે વેપાર-ધંધો ચાલે છે, તેનો બધો દોર તેના હાથમાં છે, – તે જ બધું સંભાળે છે એમ કહોને ! મિ. ડોમ્બી એ માણસને સૌથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org