________________
એડિથ
r
તેા અધાતી
ના, ના; હું કાઈ ને શું ઉત્તેજન આપું ? પડતી મુકાયેલી ઠંડી ચીજ છું. કાર્યની સામે ધરવા જેવું મારાપણું મારામાં શું છે? જેને જોઇતી હેાય તે મને હરાજીમાં ઠીક લાગે તે ખરીદી લઈ શકે છે. તે સૌ મારી આવડતા જોવા જાણવા માગે છે, અને હું તેમને બતાવું છું; તેમની આવડતા જોવા જાણવાને મને અધિકાર જ નથી ! જેમ મનગમતા પતિ પસંદ કરવાને પણ ! ” “તું આજે એડિથ, તારી મા- થતી સાથે બહુ વિચિત્ર વાતે કરી રહી છે !”
**
તમારા કરતાં મને જ આ બધી વાતા કરવા જતાં આછી નવાઈ નથી લાગતી. પણ મારી કેળવણી ઘણા વખત પહેલાં પૂરી થઈ ગઈ છે. હવે હું ધણી પાકટ બની ગઈ છું; ધીમે ધીમે હું એટલી નીચી ઊતરી ગઈ છું કે, હવે મારી મરજી મુજબનું નવું જીવન શરૂ કરવાનું મારે માટે શકય રહ્યું નથી; કારણ કે, એમ કરવા માટે મારે તમારì મરજી મુજબનું જીવન ગાળવાનું છેાડવું જોઇએ. પરંતુ કાઈ પણ સ્ત્રીના હૃદયને સાચું અને સારું બનાવનાર કાઈ પણ ચીજ કદી મારા હૃદયમાં પ્રવેશી નથી; સારા અને સાયા થવાના મારા પ્રયત્નમાં સાથ આપે એવું કશું બળ હું મારામાં પામી શકતી નથી. આપણે દીન-ગરીબ છીએ, અને આપણે કાઈ તવંગરને ાંદીને જ તવંગર બનવાનું છે, એટલું હું જાણું છું. તમે મારામાં એટલે જ સંકલ્પ ઊભા થવા દીધા છે; તે ઉપરાંત બીજું કશું આપવાનું દેખાડીને આ માણસને પણ છેતરવા મેં પ્રયત્ન કર્યાં નથી.”
२०७
<<
આ માણસને? તું તે જાણે કે એને ધિક્કારતી હેાય એમ તેને વિષે ખેલે છે !”
“તા શું હું તેને પ્રેમ કરું છું, એમ તમે માને છે? એને મુનીમ પણ આપણને અંતર-બહારથી બરાબર પામી ગયા છે. તેની સમક્ષ સ્વમાનપૂર્વક ઊભા રહેવાનું કે તેની સાથે આંખ મેળવવાનું પણ મારે માટે મુશ્કેલ બની ગયું છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org