________________
૨૧૨
ડેમી એન્ડ સન ફલેરન્સ ગાભરી ગાભરી દાદર ઊતરતાં વિચારવા લાગી કે, પપ્પાને ચુંબન કરવાની પિતાની હિંમત ચાલશે કે કેમ ? તેના અંતરમાં દબાઈ રહેલી એ જૂની ઇચ્છા આજે ઉપર ઊછળી આવી હતી.
પણ નીચે તેના પપા એકલા નહોતા; સાથે બે બાઈએ હતી. એટલે ફલેરન્સ એકદમ તો ખચકાઈને ઊભી રહી. પણ તે જ ઘડીએ તેને કૂતરે ડિજિનિસ, તેને આવેલી જાણી, દોડતો દોડતો અંદર ધસી આવ્યો અને લૅરન્સને આવકારતો ઊછળી ઊછળીને તેને ચાટવા લાગ્યો તથા તેની સાથે ગેલ કરવા લાગ્યો. એ કદરૂપા કૂતરાને જોઈ બે બાજુઓમાંની એકે એકદમ ભયંકર ચીસ નાખી.
ફરન્સ,” તેના પિતાએ હાથ આગળ ધરતાં કહ્યું, “તને કેમ છે?”
પિતાનો અક્કડ હાથ જાણે ફલેરન્સને પોતાનાથી વેગળી રાખવા જ આગળ કરાયો હતો. ફર્લોરસે તેને પોતાના હાથમાં લીધો અને બીતાં બીતાં પોતાના હોઠે લગાવ્યો. તરત જ મિડોબીએ તે હાથ પાછો ખેંચી લીધો.
આ કૂતરે ક્યાંથી લાવી છો !” મિ. ડોમ્બીએ ચિડાઈને પૂછયું.
“પપા, એ તો બ્રાઇટનવાળે કૂતરે છે.” એમ ?” મિ. ડોમ્બી સમજી ગયા કે એ પેલવાળો કૂતરો છે.
એ બહુ માયાળુ સ્વભાવનો છે,” ફૉરસે પેલી બે બાજુઓને પોતાની સ્વાભાવિક મધુરતાથી સંબોધીને કહ્યું“મને ઘણું દિવસે જોઈને તે ગેલમાં આવી ગયો છે, એટલું જ; આપ લોકોને કંઈ ત્રાસ થયો હોય તો માફ કરજે.”
તે બંને બાનુઓએ એકબીજા સામે અર્થસૂચક નજર કરી લીધી. ફૉરન્સ જોઈ શકી કે, જે બાનુએ ચીસ પાડી હતી તે બેઠેલી હતી, અને વૃદ્ધ હતી; તથા જે બાનુ મિ. ડોબી પાસે અદાથી અને ઠસ્સાથી ઊભી હતી, તે બહુ સુઘડ તથા સુંદર હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org