________________
२०६
ડમ્મી એન્ડ સન નાનાં છોકરાં ખેલતાં કૂદતાં હોય, તે ઉંમરથી તમે મને ફરેબબાજી અને કાવતરાંખરી જ શીખવી છે. મારી જુવાનીની શરૂઆતમાં જ તમે મને એવા જણ સાથે પરણાવી, જેના પ્રત્યે મને ઉપેક્ષા સિવાય બીજે કશે ભાવ જ નહોતો. અને જ્યારે તેને મળનારો વારસો તેને મળે તે પહેલાં અને વિધવા મૂકીને એ મરી ગયો, ત્યારે પણ તમને પૂરતી સજા ન થઈ હતી, એટલે એ પછીનાં દશ વર્ષે પણ મારે કેવું જીવન ગાળવું પડયું છે !”
“કેવું જીવન ગાળવું પડયું છે, રે ? તને સારું ઠેકાણું મળે એની રાહ જોતાં અને કાશિશ કરતાં એ દશ વર્ષ આપણે ગાળ્યાં છે. અને હવે તારે જોઈએ તેવું ઠેકાણું મળી આવ્યું છે, એને વિચાર કેમ નથી કરતી ?”
હા, ખરી વાત છે, બજારમાં એવો કોઈ ગુલામ નહિ હોય, ગુજરીમાં એવો કોઈ ઘેડો નહિ હોય, જેને દશ દશ શરમભરેલાં વર્ષો સુધી મારી પેઠે બીજાઓને બતાવવામાં કે તપાસવા માટે આગળ ધરવામાં આવ્યો હોય! ગમે તેવી મૂર્ખાઓ, ઉછુંબલ દુરાચારીઓ અને તવંગર બદમાશે મને ખરીદી શકે તે માટે મને ધર્યા કરવામાં આવી છે: અને તમારી ચાલાકી તથા કાવતરાખોરી પામી જઈ, તેઓએ મને પડતી મૂકી છે. અરે, કોઈ બજારુ માલ જેવું જ મારું નામ મશહૂર થઈ ગયું છે. ઈગ્લેંડના નકશા ઉપરનાં આરામ-વિશ્રાંતિનાં બધાં મથકેએ તમે મને હરાજીમાં મૂકી છે; અને જેને મન થાય તે બધા આવી મને ફાવે તેમ તપાસી ગયા છે. આ બધાથી મારામાં સ્વમાન જેવી કોઈ ચીજ રહી નથી, અને મને મારા પ્રત્યે જ ઘણું આવી ગઈ છે. આ મારું “બચપણું તમે મને યાદ કરાવવા બેઠાં છે ? ખાસ કરીને આજની રાતે તો એ શબ્દ મને યાદ ન જ કરાવશે.”
અરે તે યોગ્ય ઉત્તેજન આપ્યું હોત, તો અત્યારે આગમચ તું વીસ વખત સારે ઠેકાણે પડી ગઈ હોત.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org