________________
૨૦૪
ડી એન્ડ સન કામ પૂરી નિષ્ઠાથી બજાવ્યું. તેમણે એગ્ય દાક્ષિણ્ય સાથે, અવારનવાર ચિતરાતા ચિત્રના સૌંદર્યનું વર્ણન, ચીતરનારના સૌંદર્યને લાગુ પડે એવી બેભથ્થુ ભાષામાં કર્યા કર્યું !
છેવટે કેનિલવર્થનાં ખંડેરેનું નિરીક્ષણ પૂરું કરી, સૌ પાછાં ફરતાં હતાં, તે વખતે કાર્કર ઘોડાગાડીની પાછળ આવતાં આવતાં વિચારવા લાગ્યો કે, આ બેનું લગ્ન થશે, તોપણ એની પાછળ એકબીજા પ્રત્યેનો પ્રેમ કે આકર્ષણ તો ભાગ નહીં જ ભજવતું હોય. અને આ લગ્નની શક્યતાથી તેના મનમાં જે ગુપ્ત ભયનો સંચાર થયો હતો, તે ઘણે અંશે દૂર થઈ ગયો. કારણ કે અંતરથી અળગાં રહેતાં એ બે જણ તેને માટે સરખાં જ ભેદ્ય બની રહે ! આ લગ્નથી મિડોમ્બી કશું વિશેષ બળ મેળવવાના ન હતા !
હોટલે પાછા ફરી જમ્યા બાદ પિલાં બે પોતાને મુકામે પાછાં ફરવા માટે કાચગાડીમાં બેઠાં, ત્યારે મિડોમ્બીએ મિસિસ સ્કયૂટન બેઠાં હતાં તે તરફની બારીએ જઈને ધીમે અવાજે કહ્યું, “આવતી કાલે મિસિસ ગેંગરની એક ખાસ કારણસર મુલાકાત મેં માગી છે, અને તેમણે મને બાર વાગ્યા બારને સમય આપી આભારી કર્યો છે. એ મુલાકાત પછી તમે પણ મને ઘેર જ મળશો, એવી આશા છે.”
મિસિસ યૂટન એ સાંભળી, એવાં ગાભરમાં થઈ ગયાં કે, જાણે એમના જુવાનીના દિવસોમાં એમને જ કાઈ મનપસંદ યુવાને પરણવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હોય !
૩ ઘેર ગયા પછી માએ રાતને માટે પોતાના બધા શણગાર પોતાની તહેનાતબાનુ પાસે ઉતરાવવા માંડ્યા : વાળ ઊતરી ગયા; કાળી કમાનદાર ભંમરે નીચેનાં ભૂખરાં ઠૂંઠાં બહાર નીકળ્યાં; ચિમળાયેલા ફીકા હોઠ ઊંડા ઊતરી ગયા; ચામડી ઢીલી પડી ગઈ અને કિલપેટ્રા રાણની જગાએ એક બુઠ્ઠી ઠચરી સ્ત્રી આવીને ઊભી રહી. દાંત વગરના તેના મનો અવાજ પણ બદલાઈ ગયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org