________________
૧૯૦
ડે ઓી એન્ડ સન પછી કેપ્ટને પરચૂરણ ભરી રાખવાને ડબો ઠાલવીને કહ્યું, “તમારા કુટુંબના દરેક નાના જણને અઢાર-અઢાર પેન્સ પણ આમાંથી તમે વહેંચી આપજે. અને હવે એ બધાને અહીં મારી પાસે થોડી વાર રમવા મોકલે, તો મેટી મહેરબાની ?”
આ બધાં બાળક કેનને બહુ વહાલાં હતાં; અને એ બધાં પણ કૅપ્ટન-કાકા ઉપર બહુ ખુશ હતાં. તે બધાં સાથે કલાક બે કલાક ધમાલમાં ગાળી, તે બધાંને છેવટે કેપ્ટન કટલે ઊંડા નિસાસા સાથે રવાના કર્યા. તે વખતે, તેમને બધાને પોતે છેતરીને ચાલ્યા જવાના છે એ વિચારથી, કેપ્ટનને વળી પાછું ખૂબ દુ:ખ થઈ આવ્યું.
મોડી રાતે ગુપચુપ કેપ્ટને પિતાને ભારે સામાન એક પટારામાં ભર્યો અને તેને તાળું મારી દીધું. એ બધો સામાન પોતે કદી ત્યાંથી લઈ જઈ શકશે, એવી તેમને આશા જ ન હતી. પછી હલકા સામાનનું તેમણે એક પોટલું બાંધ્યું અને જ્યારે નીચે બધાં નિરાંતે ઊંઘતાં હતાં, ત્યારે કેપ્ટન ધીમે રહીને દાદર ઊતર્યા અને બારણું ઉઘાડી બહાર નીકળ્યા. પછી બારણું સાચવીને પાછું બંધ કરીને તે જોરથી નાઠા.
મિસિસ મેકસ્ટિંજર પથારીમાંથી ઊઠી પિતાને પકડીને પાછા લઈ જવા પિતાની પાછળ પડી છે, એની તાદશ કલ્પનાથી તથા પોતે કરેલા મહા-અપરાધના દિલ-ડંખથી ત્રાસેલા કેપ્ટન કટલ આખે રસ્તે જોરથી દોડતા જ આવ્યા. સેલ જિસની દુકાન આવતાં તેમણે તેનું બારણું ધપધપાવ્યું. રેબે ઇંતેજારીથી તેમની રાહ જોઈને જ બેઠો હતો. તેણે બારણું ઉઘાડયું તેની સાથે કેપ્ટન ઝટ અંદર પેસી ગયા અને પેટલું બાજુએ નાખી, બીજું કાઈ પોતાની પાછળ પાછળ અંદર પેસી ન જાય તે માટે બારણું બંધ કરી પીઠ વડે ધકેલીને ઊભા રહ્યા ને દરમ્યાન રેબે આગળ બરાબર ભિડાવી દીધો.
કેટલીય વાર બાદ બારણું ઉઘાડાવવા બહારથી કોઈ ધપધપાવતું નથી એની ખાતરી થયા પછી, કેપ્ટન સાંસતા થઈ ખુરશીમાં બેઠા. રેબે હવે હોતાં હાંફતાં પૂછયું, “કોઈ પાછળ પડયું છે ખરું ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org