________________
૨૦૧
એડિથ પણુ જેવા તે એક વિશાળ થડવાળા ઝાડનો ચકરાવો લઈ બીજી બાજુ નીકળ્યા કે સામે એક બાંકડા ઉપર બેઠેલી સ્ત્રી તેમની નજરે
પડી.
તે સ્ત્રીને પિશાક બહુ સુઘડ હતો; અને તે નીચી આંખ કરી, પોતાના અંતરમાં ચાલતા તુમુલ યુદ્ધને જાણે ગુપચુપ નિહાળી રહી હતી. ડી વાર બાદ તે સ્ત્રી તુચ્છકારદર્શક ચેષ્ટા સાથે ઊઠીને ઊભી થઈ. તે વખતે કાર્કર જોઈ શક્યો કે, એ સ્ત્રી સૌંદર્ય અને ગૌરવની બાબતમાં જાણે એક મહારાણુની અદા ધરાવતી હતી.
પણ કાર્યર ઉપરાંત એક જિપ્સી જેવી કદરૂપી બુઠ્ઠી બાઈ પણ આ સુંદરી તરફ તીવ્ર નજરે દૂરથી જોઈ રહી હતી. એ સુંદરીને ઊભી થતી જોઈ પેલી બુટ્ટી તરત આગળ આવીને તેનો રસ્તો રોકીને ઊભી રહી.
“મને તમારું ભવિષ્ય ભાખવા દે, મારાં સુંદર બાનુ,” એ ડેસીએ કહ્યું.
હું મારી જાતે જ ભાખી શકું છું.” જવાબ મળ્યો.
“હા, હા, પણ સાચું ભવિષ્ય નહિ ભાખી શકો: તમારા ચહેરા ઉપરથી ભારે દોલત, ભારે વૈભવ હું પારખી શકું છું, મને એક રૂપૈયે જ આપજો; હું તમારું સાચું ભવિષ્ય ભાખી આપીશ.”
“મને મારા ભવિષ્યની બરાબર ખબર ન હોય તોને !” પેલી સુંદરી હસતાં હસતાં બેલી.
શું ? તો તમે મને કશું જ નહિ આપો ? તો તમારું ભવિષ્ય ન ભાખવા માટે મને કાંઈક આપો. નહિ તો હું તમારી પાછળ પાછળ એ ભવિષ્ય મોટેથી બેલી સંભળાવીશ !”
મિ. કાર્કર હવે આગળ આવ્યા અને પેલી સુંદરી બાજુએ થઈ ચાલી જતી હતી તેના તરફ હેટ ઊંચી કરી, સલામ ભરી, પેલી ડેસીને ચૂપ રહેવા અને પેલાં બાનુના રસ્તામાં ન આવવા ધમકાવવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org