________________
૧૯૬
ડી એન્ડ સન જોઈ કે, ડોમ્બી જેવા માત્ર તિજોરીને પતરાનું હૃદય પણ છેક ચાળણી જેવું થઈ ગયું છે, મેડમ, તેના ઉપર હવે જરા દયા દાખવવામાં આવે તો ઠીક; નહિ તો મારો મિત્ર બિચારે યોનેટના ઘાથી માર્યો જાય તેમ સદંતર માર્યો જશે.”
ક્લિયોપેટ્રાએ જરા સાબદી થઈ મેજર સામે તીણી નજર કરી લીધી. પછી પાછી રાણીસાહેબાની બેફિકરાઈ ધારણ કરીને તે બોલી, “મેજર ઑગસ્ટોક, હું પોતે તો આ દુનિયાની રીત બહુ ઓછી જાણું છું; અલબત્ત, મારા એ બિન-અનુભવનો મને કદી પસ્તા પણ નથી થ; કારણ કે, હું જાણું છું કે, આ દુનિયા એ માત્ર રૂઢિ-શિષ્ટાચારથી ભરેલું જૂઠું સ્થાન છે, તેમાં કુદરત-પ્રકૃતિ-સ્વાભાવિકતા-સાહજિકતાને લેશમાત્ર સ્થાન નથી. ત્યાં હૃદયના સંગીતની કે આત્માના ઊભરાની અને એવી બધી કાવ્યમય બાબતોની કશી કિંમત નથી. છતાં તમારા કહેવાને સાચો અર્થ હું સમજી હાઉં, તો તમે મારી વહાલી એડિથની બાબતમાં કાંઈક કહ્યું છે, ખરું ને ?”
“વાહ મેડમ ! બધા બાહ્ય કેટલાને ભેદીને તમારી દૃષ્ટિ અંદરના રહસ્ય સુધી કેવી પહોંચી જાય છે!”
“તો મેજર ઑગસ્ટોક, એ બાબતમાં જ મારી ખરી નિર્બળતા છે. હું મા તરીકે બહુ નિષ્ફળ નીવડવા સરજાયેલી છું. પોતાની પુત્રીને કેમ કરીને આગળ કરવી, કે તેને માટે યોગ્ય – સમુચિત સ્થાન કેવી રીતે શેધી આપવું, એ કશાનું મને કાંઈ જ જ્ઞાન નથી કે કાંઈ ભાન નથી. હું તો કુદરતનું નિર્દોષ મુગ્ધ પંખી માત્ર છું, કેવળ ગાવાનું અને કુદરતમાં ઊડવાનું જાણું છું. દુનિયાના વ્યવહારોની કૃત્રિમતા કે કાવતરાખેરી મને લેશમાત્ર પસંદ નથી.”
મૅડમ, મેજર ઑગસ્ટક બહુ બુટ્ટો માણસ છે; હું પૂછું છું કે, આપણે દેખીને એડિથ ગ્રેગર સાથે પરણાવી દે છે કે નહીં ?”
“પણ આપણે શી રીતે પરણાવી દઈએ, રહસ્યમય પ્રાણું ?” “મેડમ, મેજર ઑગસ્ટક પૂછે છે, ગાળે ડોમ્બીને એડિથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org