________________
કૅપ્ટન કટલ કામે ચડે છે
૧૯૧ કેપ્ટને કહ્યું, “ના, ના, પણ જે દીકરા યાદ રાખજે કે, પેલાં બે બાનુ થોડા દિવસ ઉપર અહીં આવ્યાં હતાં, તે સિવાયની કોઈ બાઈ કદી અહીં આવીને પૂછે કે કેપ્ટન કટલ અહીં છે– તો તરત કહેજે કે, એ નામના કોઈ માણસને તે કદી આંખોથી પણ જે નથી કે કાને પણ સાંભળ્યો નથી; અને આ ઘરમાં તો એ નામનો માણસ છે જ નહિ.”
“ચોકકસ, જરૂર, કેપ્ટન; એમ જ કહીશ.”
“અને તારે કહેવું હોય તો વધારામાં એટલું પણ કહેજે કે, છાપામાં એ નામનો કેપ્ટન ઓસ્ટ્રેલિયા તરફ ચાલ્યો ગયો હોવાની ખબર આવી હતી; એ આખું-જહાજ ભરેલા માણસો ત્યાંથી કદી અહીં પાછા ન આવવાની પ્રતિજ્ઞા લઈને ગયા છે.”
રેબ હવે ગલ્લા નીચેની પિતાની પથારીમાં સૂઈ ગયો અને કેપ્ટન ઉપરને માળ સલેમન જિલ્લના કમરામાં જઈને સૂઈ ગયા.
મકાનના આગલા ભાગમાં દુકાન હતી, અને પાછલા ભાગમાં રહેવાનું ઘર. બે ભાગ વચ્ચે કાચનું બારણું હતું, જેથી મકાનના પાલ્લા ભાગમાં બેઠા બેઠા પણ દુકાનમાં નજર રાખી શકાય. કેપ્ટન કટલે બીજે દિવસે એ કાચના બારણું ઉપર પડદો લટકાવી દીધે, જેથી વહેલી સવારે જ દુકાનમાં પેસનાર પોતાને દેખી ન શકે. જોકે, રસ્તા ઉપરથી કોઈ સ્ત્રી દુકાન તરફ આવતી હોય, તો પોતે તે તેને પડદા પાછળથી જોઈ શકે. એવું કાઈ આવતું દેખાતું કે તરત તે વચલા બારણુને આગળ ચડાવી દઈ, પાછળની કિલ્લેબંદીમાં સુરક્ષિત થઈ જતા !
દરમ્યાન દુકાનના બધા સાધન સરંજામથી તે પરિચિત થવા લાગ્યા, તથા બધું ખૂબ જાતે ઘસી ઘસીને તથા રબ પાસે ઘસાવી ઘસાવીને ચકચકિત બનાવી દીધું. પછી એ બધા સરંજામ ઉપર પિતાની કલ્પના મુજબને ભાવ લખેલી ટિકિટો પણ બાંધી દીધી.
આ બધો સુધારો કરી લીધા પછી કેપ્ટન કટલ પોતે એક વૈજ્ઞાનિકની અદાથી દુકાનમાં ઘરાકની રાહ જોઈ કલાક સુધી બેસી રહેતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org