________________
૧૩૦
ડી એન્ડ સન તેમણે આકળા થઈને પૂછ્યું, “મારા હુકમ વિરુદ્ધ – ઈચ્છા વિરુદ્ધ તું કેમ અહીં આવી છો ?”
“હું, હું, એટલા માટે આવી – પપ્પા. . . .”
પણ મારી મરજી વિરુદ્ધ ? શા માટે ?”
ફૉરન્સને ખબર પડી ગઈ કે, પોતે શા માટે આવી છે તે પપ્પા બરાબર જાણે છે છતાં તેમને પૂછવાનો ઢગ જોઈ તે બિચારી બે પંજામાં પિતાનું મોં ઢાંકી દઈ, રડવા લાગી.
તું થાકી ગઈ છે અને તારે આરામની જરૂર છે. જા, ઊંઘી જા, હું દીવો ધરી બહાર ઊભો રહું છું. ઉપરનો બધો ભાગ તારો છે; જા, ગૂડ નાઈટ !”
ફૉરન્સ હવે રૂંધાતે કકે, “ગૂડ-નાઈટ, વહાલા પપા !” કહીને પાછી ફરી. થોડે દૂર ગયા પછી તેણે પાછી વળી પિતાના પિતા તરફ નજર કરીને જોયું. કદાચ તે તેને પાછી બોલાવે ! પણ તે તો હાથમાં દી પકડી ભાવહીન મુદ્રાથી અક્કડ ઊભા હતા.
જ્યારે ફરન્સ પોતાના કમરાએ પહોંચી, ત્યારે બહાર રવેશમાં તેની રાહ જોઈને ઊભેલા ડિજિનિસે પિતાને થયેલે આનંદ જોરથી વ્યક્ત કરવા માંડયો.
ફલેરન્સ તેને જોઈ એટલું જ બોલી, “ડિ, ડિ! વહાલા ડિ! ભાઈને ખાતર પણ તું મને ચાહજે, ભાઈલા !”
પણ ડિજિનિસ પેલને ખાતર તો શું, પણ ફલેરન્સને ખાતર જ તેને ચાહવા લાગ્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org