________________
મૅનેજર મિત્ર કાર્યરત
૧૬૫ કાકા-સેલ અંદર આવતાં મિકાર્કરે હસીને તેમને જણાવ્યું, “વાહ, તમે તો હપતા ચૂકવવામાં તમારાં સારાં માપ-યંત્રો જેટલા જ ચોકકસ છે, એમ કહેવું જોઈએ !” એટલું કહી, તેણે પૈસા ગણી લીધા અને નેંધ કરી લીધી.
એ બધું પત્યું એટલે કાકા-લે જરા ધીમેથી ચિંતાતુર અવાજે પૂછયું, ““સન એન્ડ એરે” જહાજ વિશે પછી કઈ સંભળાયું નહિ, સાહેબ !”
“ખરી વાત છે; એ તરફ કંઈક તોફાની આબોહવા હોય એમ લાગે છે, અને તે જહાજ તેના માર્ગેથી આડું ધકેલાઈ ગયું હોવું જોઈએ.”
તે સહીસલામત હય, એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના કરીએ, બીજું શું?” બુદ્દો સલ ગણગણ્યો.
મારી પણ એવી જ પ્રભુ-પ્રાર્થના છે; તમને તમારા ભત્રીજાની ખેટ ઘણી સાલતી હશે, નહિ વારુ ?”
કાકા-સેલે ડોકું હલાવી એ બાબત સ્વીકારી લીધી.
તરત જ કાર્કરે ઉમેર્યું, “તો પછી હાલ તુરત તમે એક જુવાન છોકરડો તમારી દુકાને રાખી લે તો? તમને સેબત રહેશે. મારી પાસે એક ફાજલ છોકરે છે. તેને તમારા મકાનમાં પડી રહેવા જેટલી વ્યવસ્થા કરજો એટલે બસ. અલબત્ત, તમારી દુકાનમાં વેચાણ બાબતમાં તો તમારે એવા મદદનીશની અત્યારે જરૂર ન કહેવાય; પણ તમે તેની પાસે વાળઝૂડ, ફેરાફાંટા વગેરેનું કામ - કરાવજે. તમે એને જરૂર રાખી લે, મિ. જિસ, મારે ખાતર. આ રશે એ છોકરે.” એમ કહી મિ. કાર્કરે ખૂણામાં બેઠેલા ટ્રલ-નબીરાને બતાવ્યો.
બુટ્ટા સેલે છોકરા તરફ ચશ્માં પહેરીને જોયું; પણ પછી તેમણે તરત કાર્કરને જણુવ્યું, “તમારી કોઈ પણ સેવા બજાવતાં મને આનંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org