________________
ડી એન્ડ સન “જવા દઉં ? હવે તું મારા હાથમાં આવ્યો છેઃ તારું ગળું હમણાં જ પૂરેપૂરું દબાવી દઉં છું.”
સાહેબ, મારે શું વાંક છે? હું નિર્દોષ છું.”
“બદમાશ, તું નિર્દોષ છે? તું કેમ આ પેઢીને દરવાજે આંટા માર્યા કરે છે?”
સાહેબ, મારે કશે બદઇરાદો નથી, છતાં હવે ફરી કદી નહીં આવું. મારું ગળું છોડે સાહેબ, હું મરી જઈશ; હું તો કામકાજ શોધવા જ આવવા હતો.”
કામકાજ શોધવા? હરામી! આખા લંડનનો તું એક નંબરનો આળસુ ચેર છે; તું વળી ચોરી સિવાય બીજું શું કામ કરવા ઈચ્છે ! હવે તને ઠેકાણે પાડીને જ જંપું; તે આ પેઢીને શું ધારી લીધી હતી ?”
સાહેબ, હું ચાર નથી; હું આકાશમાં ઊડતાં પંખીઓને પકડીને વેચી ખાઉં છું –એ વાત ખરી; અને મને મારે ઘેર ગયે દશ મહિના થયા, એ પણ ખરું. પણ સાહેબ, હું જાતને ખરાબ છોકરે નથી. મારી બધી કમબખ્તી પેલી નિશાળથી માંડીને શરૂ થઈ છે, સાહેબ. માસ્તર મને રોજ એટલું બધું મારે કે, પછી હું નિશાળે જવાને બદલે ક્યાંક બહાર ભાગી જતો. એટલે પછી ઘરવાળાંની બીકે ઘેર જતો અટકી ગયો, સાહેબ. મારો બીજે કશો વાંક નથી.”
અને તું કામ શોધવા જ અહીં આવે છે, એમ મને સમજાવવા માગે છે ?”
હા સાહેબ, તદ્દન સાચું કહું છું. મને એક વખત કામે રાખી જુઓ, સાહેબ.”
મિકાર્કરે તેની વાત સાંભળી જાણે વિશેષ ગુસ્સે થઈને એને ધક્કો માર્યો અને એક ખૂણામાં ધમકાવીને બેસાડી દીધા. પછી તેમણે ઘંટડી લગાડીને પર્ચને બેલાવ્યો અને મિત્ર જિસને અંદર લાવવા ફરમાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org