________________
૧૪
ડી એન્ડ સન “? એટલે શાની પહેલાં ? અને Tછી શું ?” ફલેરસે રડવા જેવી થઈ જઈને કાકા-સેલના હાથ ઉપર પોતાનો હાથ ભારપૂર્વક મૂકીને પૂછયું.
પહેલાં ? હું શું એવું બોલ્યો હતો? હા, હા, વલ્ટરના સમચાર આવે તે પહેલાં, એમ માની લેને.” - “માની લઉં? એટલે શું કહેવા માગો છો, કાકા-સેલ? તમારી તબિયત બરાબર નથી શું ? ”
પણ હવે કેપ્ટન કટલે બંઝબીને વાતચીતમાં વચ્ચે નાખવા પ્રયત્ન કર્યો. બંઝબીએ મોટા મોટા જ્યોતિષીઓની રીતે સારું નરસું એમ બંને પ્રકારે એક સાથે જ વેટર અને તેના જહાજનું નસીબ ભાખી આપવા પ્રયત્ન કર્યો.
તેમણે કહ્યું, “વહાણ ન હૂખ્યું હોય, તો ન જ ડૂખ્યું હોય, વળી; તથા વહાણ ન હૂખ્યું હોય તો ઑલ્ટર પણ ડૂખ્યો ન હોય, એ ચોક્કસ વાત છે. અને જો એ તરફ ખરાબ આબેહવા નડી હોય, તો એવડું મોટું જહાજ પણ ન ડૂબે એમ ન કહી શકાય. ઈસ.”
પોતાના અનુભવનો એ પ્રમાણે લાભ આપી, તેઓશ્રી વિદાય થયા; ત્યાર બાદ કેપ્ટન કટલે સૌને એમ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે, બંઝબીએ આપણને આશાવંત રહેવાનો જ આદેશ આપ્યો છે, – નિરાશ થવાનો નહિ.
પણ કાકા-સેલ એ કશા ઉપર ધ્યાન આપ્યા વિના નકશા તરફ જોઈ જોઈને કંપાસ વડે કંઈને કંઈ નિશાનીઓ કરવા લાગ્યા.
ફૉરન્સ ચિંતાતુર નજર એમના તરફ જોઈ રહી. કેપ્ટન કટલે પોતાના મિત્રને હવે ભારપૂર્વક કહ્યું, “દોસ્ત ! જરા હિંમત રાખે – હું આપણે આ દિલરૂબાને તેમને ઘેર પહોંચાડી આવી હમણું જ પાછો આવું છું. પછી આપણે બંને આજે સાથે જ જમવા જઈશું. આજે હું તમને એકલા છોડવાનો નથી.”
સલેમને જવાબ આપે, “આજે નહિ, ભાઈ નેડ! આજે મારાથી જમવા નહિ આવી શકાય.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org