________________
કાકાસોલની મુલાકાતે ફરસે તરત જ કેપ્ટન કટલને પોતાની ઘોડાગાડીમાં સાથે આવી બંઝબીને પણ સાથે લઈ સેલ-કાકાને મળવા આવવા વિનંતી
કરી.
કેપ્ટન કટલને હવે સાચી વાત કહી દેવી પડી કે, પિતાને આખું મકાન ધોવાના કામમાં લેવો હતો તે કારણે, તેમની મકાન માલિક મિસિસ બૅકટિંજરે તેમનો ટોપો કબજે લઈ, તેમના બહાર જવાના સ્વાતંત્ર્યનો નાશ કર્યો છે, એટલે જ તે ગઈ કાલે કે આજે પણ પોતાના મિત્ર સેલ જિલ્સને મળવા આવી શક્યા નથી !
પણ તે જ ઘડીએ કમરાનું બારણું જેરભેર ઊઘડયું, અને કેપ્ટન કટલનો ટોપો અંદર ઊડી આવ્યો. કેપ્ટન કટલ હવે બહાર જવાની પરવાનગી મળેલી જોઈ રાજી થતા, ફલોરન્સ સાથે ઘોડાગાડીમાં બંઝબીને ત્યાં જવા નીકળ્યા.
જ્યારે બધી મંડળી કાકા-સેલને ત્યાં આવી, ત્યારે તે ઘેર પાછા આવી ગયા હતા. તેમણે સૌને આવકાર્યા. અત્યારે તે ટેબલ ઉપર નકશો પાથરી, વહાણ આડું અવળું થઈ ગયું હોય, તો પણ તેની આશા મૂકવાને માટે કેટલા દિવસ પસાર થવા દેવા જોઈએ, તેની ગણતરી કરવાનો પ્રયત્ન કરતા હતા.
આ બધાં આવ્યાં એટલે તેમની આગળ તે એ બાબતના પિતાના નિર્ણય જાહેર કરવા લાગ્યા; પણ ફલોરન્સ જોઈ ગઈ કે, એમની આંખે અને ખાસ કરીને તેમની સમજશક્તિ કંઈક ચકળવકળ થઈ ગયાં છે. તેની ચિંતાનો પાર રહ્યો નહિ.
ફર્લોરસે અત્યાર આગમચ પોતે તેમને મળવા ન આવી શકી, તે બદલ દિલગીરી વ્યક્ત કરી, ત્યારે સોલોમને તરત જણવ્યું, “હું હમણું તમને મળવા જ તમારે ત્યાં ગયો હતો. કારણ કે, મારે તમને પહેલાં એક વાર મારી આંખે જોઈ લેવાં હતાં, – પછી. . . .”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org