________________
ડિમ્મી એન્ડ સન પછી ફલેરન્સને સુસાન સાથે ઉપર આવીને બારણું આગળ ઊભેલી જોઈ એટલે કેપ્ટન કટલ ચંકી ઊઠ્યા. તેમણે તરત જ પિતાના કારા ટાપુની કિનારા સુધી ધસી જઈ બંને જણને પેલો પણું-ક્લકાતો દરિયો એળગાવી દીધો.
ફલેરસે તરત જ પૂછવા માંડયું, “ કેપ્ટન-કાકા, વહાલા વોટર વિષે તમે શું ધારો છો ? હવે તે મારો ભાઈ થયો છે, એ તમે જાણો છે ને ? એ અત્યારે ક્યાં છે? અને એની સલામતી વિષે કંઈ ચિતા રાખવા જેવું કહેવાય કે નહિ ? તથા તમે રોજ જઈને તેના કાકાને મળતા રહો તે ? કંઈ નહિ તો એની સહીસલામતીના સમાચાર આવે ત્યાં સુધી તો ખાસ ! ”
કેપ્ટને તરત જવાબ આપ્યો, “મારી આંખના નૂર ! વૉલર વિષે તમારે જરાય ચિંતા રાખવાની જરૂર નથી. એ તરફ આ વર્ષે આહવા ખૂબ ખરાબ થઈ ગયેલી સંભળાય છે; પણ વૈલર જેવા નક્કર હૃદયના છોકરાઓ એવી આબેહવાને તો ક્યાંય ભરીને પી જાય. અને જે જહાજમાં એ ગયો છે, તે જહાજ પણ ઢીલુંપોચું નથી. વહાણ અને માણસ બંનેનું ઘડતર નક્કર હેય, તો ગમે તેવી આબેહવા પણ તેમને પછાડી ન શકે, સમજ્યાં ? એટલે એ બાબતની મને હજુ સહેજે ચિંતા નથી.”
“પણ?”
હા, હા, મને હજુ જરાય ચિંતા થતી નથી, મારાં દિલરૂબા! અને ચિંતા થવા લાગે તે પહેલાં તો વલ'ર ગમે તે ટાપુ ઉપરથી કે ગમે તે બંદરેથી આપણને કાગળ લખી, કશી ચિંતા ન કરવાની ખબર મેકલાવશે જ. અને સલ જિસની ચિંતા દૂર કરાવવાનો તે મારી પાસે એક સીધે ઉપાય છે. બંઝબી જે દરિયાના પાણીના ટીપેટીપાની માહિતીવાળો બીજે કઈ માણસ નથી. એને એ બધી વાત કહેવડાવીએ, એટલે પછી સેલ જિલ્સને પણ માન્યા કહેવું પડે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org