________________
૧૦૦
ડેબી ઍન્ડ સન ના, ના, મિસ! તે કેપ્ટન કટલને ત્યાં તો નહિ જ ગયા હોય; કારણ કે તે કહેતા ગયા છે કે, જે કેપ્ટન કટલ અહીં આવે, તે કહેવું કે, “ગઈ કાલે કેમ નહોતા આવ્યા ? અને પછી પોતે પાછા આવે ત્યાં સુધી તેમને અહીં બેસાડવાનું મને કહ્યું છે.” બે વચ્ચે જ જણવ્યું.
“કેપ્ટન કટલ ક્યાં રહે છે, તે તું જાણે છે ? ” ફલોરન્સ પૂછયું.
રેબે તરત ડોકું હલાવી “હા” કહી, અને ટેબલ ઉપરથી એક મેલી ચાપડી જેવું ઉપાડી, તેમાંથી સરનામું કાઢી મોટેથી વાંચી બતાવ્યું.
ફલેરન્સ હવે સુસાન સાથે ધીમેથી વાટાઘાટ કરવા લાગી; અને રોબ પોતાના પેટ્રન મિ. કાર્કરની સૂચના મુજબ બધું ધ્યાનપૂર્વક સાંભળવા લાગ્યો,—અલબત્ત, મેં બીજી તરફ રાખીને અને નથી સાંભળતો એ દેખાવ કરીને.
ફૉરન્સ સુસાનને કહેતી હતી કે, આપણે કેપ્ટન કટલ પાસે જ જઈએ, તથા “સન એન્ડ એરે” જહાજના કશા સમાચાર આવતા નથી એ બાબત તે શું ધારે છે, તે સાંભળી લઈએ; તથા તેમને પછી અહીં જ તેડી લાવીએ, જેથી તે સેલ-કાકાને કંઈક આશ્વાસન આપી શકે.
સુસાનને પહેલાં તે એટલે દૂર ચાલીને જવા બાબત મુશ્કેલી લાગતી હતી; પણ ઘોડાગાડી કરીને જવાની વાત ફલોરન્સ કરી, એટલે તે તરત સંમત થઈ
રોબને જ ઘડાગાડી લઈ આવવા મોકલવામાં આવ્યો અને થોડી વાર બાદ, ફલેરન્સ અને સુસાન કેપ્ટન કટલની મકાન માલિકણ મિસિસ મેકસ્ટિંજરની મેઢામેઢ આવીને ઊભાં રહ્યાં.
મિસિસ બૅકટિંજર તે જ વખતે પોતાના અઢી વર્ષના છોકરાને કાલું મારી બેઠી હોઈ, તથા તેને છેક જ ચૂપ બની ગયેલ જોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org