________________
ડેબી એન્ડ સન અરે મારા મેં ઉપર એ એવી વાત બેલે તો ખરે ! એ તો માત્ર એટલું લવી ગયો કે, વોટરે જતા પહેલાં એની ધણિયાણુંથતી માટે કંઈક ગરમ મસાલે મોકલવાની વાત કરેલી, – સુવાવડ માટે સ્તો ! પણ એક સુવાવડ તો ક્યારની પતી ગઈ એટલે હવે બીજી સુવાવડ વખતે કામ આવે એ માટેય તે કશું મોકલશે કે કેમ, એવું એવું કેટલુંય બોલવા લાગ્યો. પણ છેવટના તો એવી ખરાબ વાત એ બેલ્યો ! હું આમ તો સહનશીલ બાઈ છું; પણ છેક ઊંટ તો નથી જ, કે જેથી એની એવી બધી વાતોનો ભાર મૂંગે મેએ ઉઠાવ્યા
કરું જે !”
એ વધારામાં શું કહે છે? મને કહો ?”
વાહ, મિસ ય, જાણે હું તમારાથી કશું છુપાવતી હોઉં, કે છુપાવવાની હેઉં, એમ શું બોલે છે ? તે મુઓ એમ કહેતો હતો કે, એ માર્ગે ગયેલા કઈ વહાણને પહોંચતાં આટલો બધો વખત થયો હોય, એવું એના બાપ-જન્મારે પણ તેણે જોયું નથી કે સાંભળ્યું નથી. વળી તે કાળમુખો કહેતો હતો કે, એ વહાણના કપ્તાનની બૈયર ઓફિસે આવીને કાલે બહુ બહુ ચિંતાઓ રહી ગઈ”
“મારે વોલ્ટરના કાકાને તાબડતોબ મળવું છે. આજે અત્યારે જ ચાલો આપણે ત્યાં સુધી ચાલી જ નાખીએ, સુસાન.”
સુસાનને એ સૂચનાના વિરોધમાં કશું જ કહેવાનું નહોતું, એટલે તેઓ તરત જ તૈયાર થઈ એ તરફ જવા નીકળી જ પડ્યાં.
જ્યારે તેઓ સૌલકાકાના દુકાન-ઘર પાસે પહોંચ્યાં, ત્યારે બારણા પાસે ઊભા ઊભા ઊંચે ઊડતાં કબૂતરને અવાજ દેતા
બાઈલર'ને જોઈને સુસાનને બહુ નવાઈ લાગી. તે તરત જ બોલી ઊઠી, “આ તો મિસિસ રિચાર્ડઝને મોટો ! એની બાપડીની જિંદગીમાં પૂળ મૂકનાર !”
સુસાને પાસે જઈ તેના પડખામાં એક ગડદો મારી તેને કહ્યું, “અલ્યા, તારી મા તો કહેતી હતી કે તું હવે તારાં ભૂંડાં કરમનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org