________________
મેનેજર મિ. કાર્કર ભગવાનના ચરણ માની ચુંબવા તૈયાર હતી. રેબ પણ પોતાની માએ પોતાનો પક્ષ લીધે એ બદલ ખૂબ ગળગળો થઈ ગયો હતો. તેનો બાપ જે હાજર હેત, તો તેણે તો મિત્ર કાર્કરને સીધું સંભળાવી જ દીધું હોત કે, પોતે એ છોકરાનાથી હાથ ધોઈ નાખ્યા છે, અને એનું જે કંઈ કરવું હોય તેની સાથે પોતાને કશી લેવાદેવા નથી. એટલે મિ. કાર્કરે જ્યારે તેને ઘેર તેનાં મા-બાપને પૂછપરછ કરવા આવવાનું જણાવ્યું હતું, ત્યારે તે હતાશ જ થઈ ગયો હતો. પણ માએ બધી બાજી સંભાળી લીધી તેથી ખુશ થઈ મિ. કાર્કર જ્યારે વિદાય થવા બહાર નીકળ્યા, ત્યારે રૅબ જલદી પાછો ઘરમાં દોડી આવી, હાથમાં ધાવણું બાળકવાળી માને વળગી પડશે અને બેલ્યો, “મા, જોજે, હું હવે ખૂબ મહેનત કરીશ અને સારો થઈ જઈશ.”
હા, બેટા ! ભગવાન તારું ભલે કરે; તે સુધરી જાય તો મારા જેવું સુખી માણસ દુનિયામાં કોઈ નહિ હોય.”
મિ. કાર્કરે રબ બહાર આવ્યો ત્યારે ઘડાને ધીમે ધીમે હાંકતાં તેને પૂછયું, “તારા બાપ બહુ ખરાબ માણસ છે, ખરું ?”
ના સાહેબ મારા બાપુ જેવા ભલા અને સારા માણસ કોઈ નથી. ”
તો પછી, તું એમને મળવાથી ડરતો ગભરાતો હોય એમ મને કેમ લાગ્યું ?”
સાહેબ, હું સુધરી જઈશ એવો મારા બાપુને મારા ઉપર વિશ્વાસ નથી; પણ મારી માને હંમેશાં મારે માટે ભલી લાગણી જ છે. અને હું તેની એ ભલમનસાઈને આંચકો લાગે એવું કશું કરવાને નથી, એની ખાતરી રાખજે, સાહેબ.”
“ઠીક, તો તું કાલે સવારે મારી પાસે આવજે; અને પેલા ભોળા બુઢ્ઢા ગૃહસ્થ ક્યાં રહે છે, તે ઠેકાણું હું તને આપીશ.”
બહુ સારું, સાહેબ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org