________________
૧૭૩
મિ. દૂસ આગળ વધે છે બહુ સરસ જ ચાલે છે, વળી ! મિસ ફૉરન્સ અને તે એકબીજા સાથે બહુ હળતાં જાય છે.”
મિ. ટ્રસ એ સમાચારથી પૂર્ણ સંતુષ્ટ થયાના બે ચાર ડચકારા વગાડી લે. . “મિસ ફલોરન્સ પણ બહુ મજામાં છે, સાહેબ,” સુસાન હવે પિતા થકી તેમને પૂછળ્યા વિના જ કહી દે,
એ વાતની કશી ચિંતા નહીં,” મિ. ટ્રસ પોતાના એ પિટ શબ્દો બોલી નાખી, તરત જ ઉતાવળે વિદાય થઈ જાય.
અલબત્ત, ડો. ક્લિંબરની શાળામાં કેળવણી મેળવી મિટ્રેસમાં જેટલી વિચાર-શક્તિ બાકી રહી હતી, તેટલા માત્રે પણ તેમને એટલું સમજાતું હતું કે, પોતાને બહુ દૂરના ભવિષ્યમાં પણ કદાચ – કાઈ વાર – અચાનક ફરન્સને પરણવાનું મળે, તો સારું લાગે ખરું. પણ એ મુદા આગળ આવ્યા પછી, આગળ તેમની કશી બુદ્ધિ ચાલતી ન હોવાથી, એ અંગે શું કરવું કે ન કરવું એ બાબતમાં તે શુન્ય જ રહેતા. એક રાતે બહુ ચિંતવન કર્યા પછી ફર્લોરન્સને એક પત્ર લખી નાખવાને તેમણે મરણિયો પ્રયત્ન કર્યો. અને એ પ્રયત્નની શરૂઆતમાં થોડાં આંસુ, થોડાક ડચકારા, થોડાક છાતીના ધબકારા વગેરે પ્રારંભિક ક્રિયાઓ બાદ “ જ્યારે હું જોઉં છું –” એટલા શબ્દો કાગળ ઉપર લખ્યા પછી તે જે વ્યા, તે થોભ્યા. એટલેથી એ કાગળ આગળ વધ્યો જ નહિ.
એટલે મિ. ટ્રસે રાજ મિડેામ્બીને બારણે જઈ આમ કાર્ડ આપી આપવાનો રિવાજ જ ચાલુ રાખ્યો. દરમ્યાન ફરન્સની તહેનાત-બાનુ સુસાનનો કંઈક પરિચય થતો ગયો, એ બહુ સારી પ્રગતિ છે, એમ પણ તેમને લાગ્યું. પણ હવે સુસાનને પૂરેપૂરી હાથમાં લેવા અંગે આગળ કંઈક કરવું જોઈએ, એમ તેમને લાગતાં, તેમણે તરત પોતાના સલાહકાર ચિકનની સલાહ લીધી. પિતાના એક મિત્રનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org