________________
૧૨
ડેબી ઍન્ડ સન ગેમ-ચિકને તરત મિટ્રસ્ટને બિલિયા શીખવનાર એક નિશાનબાજ નીમી દીધો; પટ્ટાબાજી શીખવનાર એક બૉડી-ગાર્ડ નીમી દીધો અને મલ્લકુસ્તી શીખવવા એક પહેલવાનને. ગેમ-ચિકનને મન આ બધી લલિતકળાએ એક યુવાન સદ્ગહસ્થને માટે બહુ જરૂરી હતી.
આ બધું કરવા છતાં મિ. ટૂસને એમ લાગવા માંડયું કે, કશું બરાબર મન માન્યું ગોઠવાતું નથી. એટલે તેમણે આ બધી પ્રવૃત્તિએમાં આપમેળે એક નવી પ્રવૃત્તિ ઉમેરી : રોજ મિડાબીને મકાને જવું અને બારણું આગળ દરવાનને પોતાનું કાર્ડ આપી આવવું.
ત્યાં તે કદી દાદર ચડીને ઉપર જતા નહિ. સારાં કપડાં પહેરીને તે મિ. ડોબીના બારણું આગળ જાય અને દરવાનને કહે : “પૂડમોર્નિંગ ! મિ. ડોમ્બીને આ પહોંચાડજે.” એમ કહી તે પોતાનું નામ છાપેલું કાર્ડ તેના એક હાથમાં આપે. પછી તરત જ એ દરવાનના બીજા હાથમાં “મિસ ડેસ્બી માટે” એમ કહી બીજું કાર્ડ પકડાવી દે.
મિ ટ્રસ આટલું કર્યા પછી તરત જ ચાલ્યા જવા માટે પાછા ફરે. પરંતુ દરવાન તેમની ટેવ જાણું ગયો હતો. મિ. ટ્રસ્ટ તરત પાછા ફરે અને જાણે કશું અચાનક નવું સૂઝી આવ્યું હોય તેમ પૂછે, “તેમનાં તહેનાત-બાનુ ઘેર જ છે કે ?”
દરવાન જવાબ આપે : “મારા ધારવા મુજબ ઘરમાં જ છે; પરંતુ હું ખાતરી કરી જોઉં.” એમ કહી તે ઉપરનો ઘંટ વગાડે; એટલે તરત મિસ નિપર નીચે આવે.
વાહ, કેમ છો ? ” મિટૂસ તેને પૂછે અને આનંદનો ડચકા વગાડે.
સુસાન ખુશીસમાચાર પૂછવા બદલ તેમને આભાર માને અને જવાબ આપે, “બહુ સારી છું.”
ડિજિનિસનું કેમ ચાલે છે?” એ મિ. સૂસનો બીજો પ્રશ્ન હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org