________________
મેનેજર મિ. કાકર દેડવા લાગ્યો. જ્યાં કંઈ રસ્તો વળવાનો આવે કે બદલવાનો આવે, ત્યાં વખતસર દરવણું આપવા તે હાજર થઈ જતો. મિત્ર કારને ખાતરી થઈ કે, પોતાને પ્રભાવ તેના ઉપર બરાબર પડ્યો છે, અને તે પોતાની સેવા બજાવવા ખરેખર આતુર છે.
રેબનું ઘર આવ્યું, ત્યારે રૅબ તેમનો ઘેડે પકડી બહાર જ ઊભો રહેવા માગતો હતો; ઘરમાં તેના બાપુ હોય, તો તેને કેવો સત્કાર થાય એની તેને ખાતરી હતી. પરંતુ મિ. કાર્કર તેને સાથે લઈને જ તેના ઘરમાં પેઠા; અને ખરેખર, રેબને ઘરમાં પેસતો જોઈ તેના નાના ભાઈભાંડુ એકદમ ચિત્કાર કરી ઊડ્યાં. રેબ કંઈક ખરાબ હેતુસર જ આવ્યો હશે, અને તેને મારીને ભગાડી મૂકવામાં સૌએ મા કે બાપની મદદમાં રહેવું જોઈએ, એટલું જ તેઓ બધાં વગર કહ્યું સમજતાં હતાં.
પોલી રેબને કેાઈ સગ્રહથે સાથે આવેલ જેઈ તરત ગાભરી થઈ ગઈ. તે બેલી ઊઠી, “રેબ, બેટા, છેવટે તું આ સાહેબના શા ગુનામાં આવી ગયો ?”
મિ. કાકરે તેને આશ્વાસન આપતાં જણાવ્યું, “હું તેના લાભની વાત કરવા આવ્યો છું; તેને કોઈ ગુનાસર પકડીને આવ્યો નથી.”
પેલી એ શબ્દો સાંભળી તરત ગળગળી થઈ ગઈ. છોકરાં માની મદદે મુક્કા વાળી રેબ ઉપર તૂટી પડવા તૈયાર થઈ રહ્યાં હતાં, તેમણે પણ પોતાની મુઠ્ઠીઓ ઉઘાડી નાખી.
“આ છોકરો તમારે પુત્ર છે, ખરું મેડમ ?” હા જી, હા સાહેબ.” ખરાબ છોકરો છે, નહિ ?” મારી સાથે એ કદી ખરાબ રીતે વર્યો નથી, સાહેબ.” માના આ જવાબથી ગળગળા થવાનો હવે રેબન વારે આવ્યો. “તો કોની કોની સાથે તે ખરાબ રીતે વર્તે છે, વારુ ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org