________________
૧૬૮
ડેબી ઍન્ડ સન એ જરા ગરમ સ્વભાવને છે અને ખોટી સોબતે ચડી ગયો છે, એટલું જ; પણ એને એ બાબતનો પૂરો પસ્તા હવે થાય છે, એની મને ખાતરી છે, સાહેબ. તેને જે કંઈક કામે વળગાડી દેવામાં આવે, તો તે જરૂર સુધરી જાય, એમ હું માનું છું. પણ સાહેબ, મારા તથા તેના દુર્ભાગ્યે તેને કયાંય નોકરી જ મળતી નથી.”
“તમારા પતિ ઘરમાં નથી, ખરું ?” “ના સાહેબ, તે તો અત્યારે રેલવે-લાઈને હશે.”
બને એ જાણુ ભારે હાશ થઈ, એવું મિ. કાર્કરને પણ લાગ્યું. કારણ કે, તેના બાપ આવી ચડે, તો પોતાને માટે માએ કહ્યા કરતાં જુદી જ વાત તે મિ. કાર્કરને સંભળાવે, એની તેને ખાતરી હતી.
તો તમારો આ છોકરો મારી સાથે શી રીતે ભટકાઈ પડ્યો, અને તેનું હું શું કરવા માગું છું, તે તમને જ ટૂંકમાં કહી દઉં.” એમ કહી મિ. કાર્કરે રબ “ડોમ્બી એન્ડ સન” પેઢી આગળ નોકરી શોધવાને બહાને શંકાશીલ અવસ્થામાં ભટકતો કેવો પકડાઈ ગયો હતો, અને પોતે તેને કેવી આકરી સજા કરાવવાનો વિચાર રાખ્યો હતો, તેનું ભયજનક વર્ણન કરી બતાવ્યું. પણ પછી પોતે તેની નાની ઉમર ઉપર દયા લાવી, તેને જેલ ભેગો કરવા કરતાં, કંઈક કામે ચડાવી અજમાવી જોવાનો વિચાર કર્યો, તેની વાત લંબાણથી કહી બતાવી: અને પાછું સાથે સાથે ઉમેર્યું કે, તેની માએ મિડ ડોમ્બીના કુટુંબમાં જે સેવા એક વાર બજાવેલી, એ વાતને આ સાથે કરશે સંબંધ નથી. આ તો તેમણે પોતાની અંગત જવાબદારીથી જ કરવા વિચાર્યું છે. “એટલે રેબ જે મને વફાદાર રહેશે, તથા મેં બતાવેલું કામ દિલ દઈને કરશે, તે તેને માટે સારાં વાનાં છે; નહિ તો મારા જેવો કઠાર માણસ દુનિયામાં બીજે કઈ નથી, અને રેબ તેમ જ તેના આખા કુટુંબને હું બરબાદ કરીને જ જંપીશ” ઇ, ઇ .
પૌલીએ પોતાના આ પ્રથમ સંતાનની ચિંતામાં કેટલીય રાતો ઊંઘ વગરની ગાળી હતી. તે તો મિત્ર કાર્યરના ચરણને અત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org