________________
મિ. ડેને પ્રવાસ
૧૪૫ મિ. ડોમ્બીને વિશેષ ખાતરી થઈ ગઈ કે, માણસ તરીકે મેજર ઑગસ્ટક ભારે સમજદાર માણસ છે – માણસ માણસ વચ્ચેનું અંતર તે બરાબર સમજે છે અને જાળવી જાણે છે !
નાસ્તા દરમિયાન ખંધા મેજરે મિ. ડોમ્બીને પૂછયું, “તમે પેલી બારી તરફ જોયા કરે છે; તો શું તે તરફ આપણું વહાલાં બાનુ તમારી નજરે પડયાં કે શું ?”
મિસ ટેકસની વાત કરે છે ? ના, હજુ સુધી દેખાયાં નથી.” બહુ સુંદર વ્યક્તિ છે, સાહેબ.” હા, મિસ ટોકસ બહુ ભલું માણસ છે, એમ મને લાગે છે.”
“અરે સાહેબ, આ બુટ્ટો-“જો એક વખત એ ક્ષેત્રે બહુ માનીતી વ્યક્તિ હતો. બુટ્ટા-જો નો પણ દિવસ હતો, મારા સાહેબ, માત્ર હવે જે બેંગસ્ટોકનો દીવો ગુલ થઈ ગયો છે; એ બાઈ બહુ મહત્ત્વાકાંક્ષી વ્યક્તિ છે, સાહેબ.”
એમ?” મિ. ડેમ્બમે જરા પણ ઉત્સુકતા કે ગરમી બતાવ્યા વિના સ્વાભાવિક અવાજે પૂછયું. પણ મેજરને આજે એ બાબતનો ફેંસલો કરી નાખ્યો હતો. એટલા માટે તે વખત જોઈને તેણે આ મુલાકાત ગોઠવી હતી.
એ સ્ત્રી એની રીતે એક લેભામણ સેતાન છે, મારા સાહેબ, પણ “જોયે-બીને પણ આંખો છે! તે જોઈ શકે છે ! અરે, હિઝારેયલ હાઈનેસ ડયૂક ઑફ કે સુધ્ધાં કબૂલ કર્યું હતું કે, “જોયે 'ની નિરીક્ષણ-શક્તિ ભારે છે. એ બાઈએ હવે લગ્નને ક્ષેત્રે બહુ ઊંચી નજર નાખી છે, મારા સાહેબ ! આકાશ જેટલે ઊંચે જ કહો ને !”
તો મારે કહેવું જોઈએ કે, એ બાઈ ભારે ભૂલ કરે છે.”
“એમ ન કહેતા, મારા સાહેબ, જુઓને, હમણાં હમણાં તેણે તમારા ઘર તરફ પણ પગલાં માંડ્યાં જ છે ને, સાહેબ! ને કેટલી બધી વાર તમારે ત્યાં આવજા કરે છે ! એ બાઈની તાકાત ભારે છે– ”
ડા.-૧૦ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org