________________
૧૭
- નવા ચહેરા “નથી જ.” એડિથે ટ્રક જવાબ આપ્યો.
ખરી વાત તો એ છે કે, અમે જેમને મળી શકીએ, એવા કોઈ માણસ જ અહીં નથી.” લિયોપેટ્રા રાણીએ પુત્રીની વાતને સુધારી.
આમ તો આ બહુ સુંદર પ્રદેશ છે, નહીં?” મિડાબીએ એડિશને જ પૂછયું.
હશે કદાચ, બધા એમ જ કહે છે.”
“વાહ, તારે પિત્રાઈ ફિનિક્સ તો આ પ્રદેશ પાછળ ગાંડે છે.” ભા વચ્ચે બોલી ઊઠી.
એડિથે ફિનિકસ જેવાને અભિપ્રાય આવી બાબતમાં ગણનામાં લેવાનો હોતો હશે, એવા અર્થમાં માથું જરા મરડયું અને મિ. ડબ્બીને જણાવ્યું
“મારી સુરુચિને વફાદાર રહેવા ખાતર પણ મારે કહેવું જોઈએ કે, હું તો આ પ્રદેશથી કંટાળી ગઈ છું.”
“આ પ્રદેશનાં જુદાં જુદાં સ્થળાનાં આ બધાં ચિત્રો જો તમે જ દેયાં હોય, તો ખરેખર તમને કંટાળો આવવાનું કારણ રહે જ; કારણ કે જોવાલાયક બધાં દ તમે ચીતરી કાઢયાં છે.” મિ. ડિમ્મીએ એરડામાં આસપાસ ભરાવેલાં કુદરતી દોનાં ચિત્રો તરફ નજર કરીને કહ્યું.
એડિથ છેક જ બેતમા દાખવીને કશે જવાબ આપ્યા વિના બેસી રહી. એની એ અદા ખરેખર નોંધપાત્ર હતી.
એ બધાં ચિત્રો તમારાં દોરેલાં છે?” “હા.”
“તમે વાજિંત્ર વગાડી શકે છે, એ તે અમે આવતાં વેંત જ જાણી લીધું છે.”
“ઠીક.” તમે ગાતાં પણ હશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org