________________
૧૫૮
ડેલ્સી એન્ડ સન હા.”
આ બધા ટૂંકા જવાબે જાણે તેની પાસેથી પરાણે કઢાવાતા હોય, એ જ રીતે તેણે આપ્યા; અને છતાં તે જરાય ગભરાઈ હોય કે મૂંઝાઈ હોય એમ લાગતું જ નહોતું; તે પૂરેપૂરી સ્વસ્થ હતી. તેમ છતાં તે આ વાતચીત ટાળવા માગતી હોય એમ પણ નહોતું લાગતું.
કંટાળાને રોકવા, ત્યારે તો, તમારી પાસે ઘણું ઘણું સાધનો છે,” મિડેબીએ કહ્યું.
એ બધાથી કંટાળો રોકાય છે કે નહિ એ તો જુદી વાત થઈ. પણ એ સિવાય બીજાં વિશેષ સાધનો મારી પાસે નથી, એ સાચી વાત છે.”
એ સાધનોથી કંટાળે દૂર થઈ શકે તેમ છે કે નહિ, એ વાતની ખાતરી માટે કરી જેવી છે; તમે જરા “હાર્ડ વગાડશો ?”
જરૂર: જો તમારી ઈચછા હોય તો ! ”
એડિથ પિતાના કમરામાંથી બહાર્પ” લઈ આવવા ગઈ. મેજર આ દરમ્યાન લિયોપેટ્રા સાથે પિકેટ રમવા બેસી ગયા હતા.
એડિથે આવી “હાર્પ” વગાડવાની શરૂ કરી. મિ. ડોમ્બીને સંગીતની કશી સમજ ન હતી; છતાં એડિથે વગાડેલા રાગની તેમના અંતર ઉપર અસર થયા વિના ન રહી.
હાર્પ” વગાડવાનું બંધ કરી, ધન્યવાદ સાંભળ્યા ન સાંભળ્યા કરી, એડિથે તેમના કહ્યા પહેલાં જ પિયાને સાથે એક ગીત ગાવાનું શરૂ કર્યું.
પણ આ શું? એડિથે આ કર્યું ગીત ગાવા માંડયું ? આ ગીત તો સદાકાળ તુચ્છકારાયેલી ફલેરન્સ પૅલને વારંવાર ગાઈ સંભળાવતી હતી !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org