________________
મેનેજર મિકાર્કર જ તેણે આખર સુધી વળગી રહેવાનું છે. કશો ફેરબદલો કરવાપણું તેને માટે હવે રહેતું નથી, સમજ્યા ?”
“ભાઈ ગેરસમજ ન કરશો; તેને કશી વાતનો પસ્તા નથી થતો, –હું એવી વાત એ લાવું એ તો ગુનો કહેવાય. તેણે આત્મબલિદાન આપી, મારી સાથે રહેવાનું નક્કી કર્યું, તે બદલ હું પણ તમારા જેટલો જ દિલગીર છું.”
“દિલગીર છું ? મારા જેટલા દિલગીર છે, એમ તમે બાલ્યા ?”
“ભલે, દિલગીર નહિ, તો ગુસ્સે થયા છે.” “ગુસ્સે થયો છું, હું ?”
નાખુશ થયા છે, એમ કહો. તમને ઠીક લાગે તે શબ્દો ગણો; પણ મારા કહેવાનો ભાવાર્થ તમે સમજે છે એટલે બસ. મારા ઈરાદો તમને ખેટું લગાડવાનો નહોતો.”
તમે જે કંઈ કહો-કરો છો, તેથી મને ખોટું જ લાગે છે. માટે વધુ કશું બોલ્યા વિના ગુપચુપ આ કાગળો લઈ ચાલતા થાઓ; હું કામમાં છું.”
જ્યારે હું નાશીમાં આવી પડ્યો, અને તમે મારા ઉપર વાજબી રીતે ગુસ્સે થઈ ગયા, ત્યારે આપણું બહેન હોરિયેટ મારે માટે વકીલાત કરવા તમારી પાસે આવી હતી. ત્યારે તમે ઉચિત રીતે મારી સાથે કરશે સંબંધ રાખવા ના પાડી. તે વખતે કોઈની સાથેસંબંધ વિના મારી ભારે દુર્દશા થશે, એમ માની, મારી ઉપર દયા લાવી, તે મારી સાથે રહેવા આવી. તે બહુ જુવાન અને સુંદર હતી. અને આપણે બંને તે વખતે માનતા હતા કે, બહુ જુવાન વયે જ તેને પસંદ કરનાર અને પરણનાર સારી સ્થિતિના યુવાનો મળી આવશે, અને તે ઠેકાણે પડી જશે. પરંતુ તેણે પોતાની બધી કારકિર્દીને ભોગ આપી, મારા બદનામીભર્યા દુર્ભાગ્ય સાથે પોતાનું ભાગ્ય જોડવાનું પસંદ કર્યું. અત્યારે હવે તેની સ્થિતિ ખરેખર દયામણી થઈ ગઈ છે; પરંતુ છે.-૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org