________________
ડોમ્બી ઍન્ડ સન
“ હુ1; મિસિસ ડેાખીના મૃત્યુ વખતે તે મારી બહેન સાથે આવ્યાં હતાં; મારા નાના પુત્ર તરફ તે અરસામાં તેમણે ઠીક મમતા દાખવી હતી તથા જહેમત ઉઠાવી હતી. અલબત્ત, ત્યાર પછી પણ મારાં બહેન સાથે તે અવારનવાર આવે – જાય છે અને ઘરની નાની મેટી સેવાઓ જરૂર ખાવે છે. અલબત્ત, કાઇ પણ વ્યવસ્થિત ઘરમાં પણુ, એવાં નાનાં મેટાં કામે કરવા ઇચ્છનારને જરૂર મળ જાય; અને એવી સેવાએ! બજાવવા બદલ તેમની સમુચિત કદર પણ કરવામાં આવે છે. પણુ, હું ભૂલતે ન હેાઉં તે, તમારી સાથેના પરિચય માટે પણ હું મિસ ટૅક્સને જ આભારી છું તે, મેજર ? ’ ના, ના, ડેામ્બી; એ વાતને વિરોધ મારે કરવા જ પડશે. તમારી સાથેના મારા પરિચય માટે અને તમને જે છે તે માટે, આપણે બંને એના નહિ, પણ એક ઉમદા – ખાનદાન વ્યક્તિના આભારી છીએ – તમારા પેાતાના સદ્ગત સુપુત્રના ! ’”
66
કંઈ મારા પરિચય
૧૪૩
પણ એટલામાં મિસ ટૅક્સે પેાતાની બારી આગળનાં ફૂલનાં કૂંડાંને પાણી પાવા નિમિત્તે દેખા દીધી; એટલે મેજરે પેાતાનું માથું ઘુમાવતાં અને ડાળા ફાડતાં સ્વગત ખેલવા માંડયું : “તું બહુ ચાલાક ખટપટી ખાઈ છે ! પણ યાં સુધી તું તારી પેાતાની જાતને હાસ્યાસ્પદ બનાવીને અટકતી હે, ત્યાં સુધી મુઢ્ઢા જૉ ને કશેય વાંધે। નથી; પણ મિ॰ ડામ્બી જેવા મારા સંમાનિત મિત્રની આબરૂને બટ્ટો લાગે એવું કરવા તું જાય, ત્યારે બુઢ્ઢો-‘જૉ” ચૂપ રહે, એવી આશા ન રાખતી ! ભલેને ‘જૉ’ તારા ખરીદી લીધેલે ગુલામ હાય ! ”
',
મિ॰ ડેમ્ની એકદમ ચેાંકયા. તે ખેાલી ઊઠયા, “ તે શું તમે એમ સૂચવવા માગે છે કે, મિસ ટ્રીકસ ખરેખર મારા તરફ
""
“હું કશું સૂચવવા માગતા નથી; પણ ‘ જૉયે ’-બી॰ દુનિયાને માણસ છે, સાહેબ; તેણે આ દુનિયામાં ખાસાં વર્ષ ગાળ્યાં છે; અને તેની આંખેામાં ધૂળ નાખવી અશકય વસ્તુ છે, મારા સાહેબ; એ સ્ત્રી ભારે નટખટ, મહત્ત્વાકાંક્ષી અને સેતાની ખાઈ છે!”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org