________________
૧૪૪
ડાબી ઍન્ડ સન મેજર, ખરેખર મને તમે ઘણે આભારી કરી મૂકયો” મિ. ડોમ્બીએ જવાબ આપ્યો.
ના સાહેબ, ના; ખોટી ખુશામત એ મારી પ્રકૃતિ જ નથી, બુટ્ટા-જેની એ પ્રકૃતિ જે હોત, તે તો તે કયારનોય લેફટનન્ટ જનરલ સર જેફ બેંગસ્ટક કે. સી. બી. થઈ ગયો હોત; અને તમને બીજા જ મકાનમાં આવકારવા સદ્ભાગી થયો હોત. તમે હજુ બુદ્દા-જ'ને ઓળખતા નથી સાહેબ. પરંતુ આ મુલાકાતને તે ખાસ વિશિષ્ટ પ્રકારની ગણતો હોઈ, બુદ્દો-જે ખાસ ગર્વ અનુભવે છે – પોતાને બહુમાન મળ્યું ગણે છે.”
મિ. ડોમ્બી એમ માનતા જ હતા કે, પિતાના પૈસાને કારણે પિતાને આવકારતાં કોઈને પણ આનંદાભિમાન થાય જ; એટલે તેમણે એ સ્વતઃસિદ્ધ વસ્તુની બાબતમાં કશો વિરોધ ઉઠાવવાનું મુનાસિબ ન માન્યું. તેમને એટલો સંતોષ જરૂર થયો કે, મેજરની બાબતમાં તેમણે કરેલી ધારણ સાચી નીવડી છે અને પોતાના વ્યાપારિક ક્ષેત્રની બહારએક ઓફિસર અને જેન્ટલમેન સુધી પિતાને પ્રભાવ પહોંચ્યો છે, એ જોઈ તે રાજી જ થયા.
મિ. ડોમ્બીને બીજા કોઈ ખાસ મિત્રો – પરિચિતો હતા જ નહિ; ગરીબ ખુશામતિયા લોકો પોતાની પાસેથી લાભ ખાટી જવા ખાતર જ પોતાની આસપાસ ટોળે મળે, તેમાં તો કશો લાભ નહિ; અને પોતાની સમાન કે પોતાનાથી ઊંચા બીજા તવંગરે તો તેમને હરીફ રૂપ જ લાગતા, એટલે તેમની સાથે તે અક્કડતા અને અલગતા સિવાય બીજો ભાવ ધારણ કરવા ઈચ્છતા નહિ. એટલે આ મેજર ઑગસ્ટક જ તેમને બધી રીતે અનુકૂળ આવી ગયો. તે ગરીબ ન હતો; “સોસાયટી થી પરિચિત હતો; અને છતાં પિતાનાથી નીચે – દબાયેલો રહેવા અને દેખાવા જેટલી તેનામાં સમજદારી હતી !
મેજર ઑગસ્ટક તરત જ પિતાના નેટિવ' નેકરને જે દમદાટી ભિડાવવા માંડી અને જે હુકમદારીથી કામ લેવા માંડયું, તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org