________________
૧૪૯
નવા ચહેરા મિ. ડીએ હવે મેજરને સંબોધીને કહ્યું. “આ માણસના છોકરાને કેળવણી અપાવવા મેં પ્રયત્ન કર્યો હતો તેની વાત છે.”
સાહેબ આ બુટ્ટા - “જો’ની સલાહ માને, તો આ લોકોને કેળવણુ અપાવવા કદી પ્રયત્ન ન કરતા. હંમેશાં તે નિષ્ફળ જ જાય છે.”
ડાઘિયા કૂતરા જેવો એક માણસ બધાં છોકરાંને ધર્માદાની રીતે મારેપીટ, બાંધે મૂડે, ગાળો ભાંડે કે લોહીલુહાણ કરે, એ કંઈ તેમને કેળવણું આપવાની સાચી રીત ન હોઈ શકે, એમ કદાચ ટૂડલ કહેવા જાય, તે પહેલાં મિ. ડાબી તુચ્છકારપૂર્વક બોલી ઊયા, “આ નાલાયક લેકને કેળવણું આપી ભલું કરવા જાઓ, તેને કેવો બદલે મળે, તે જોયું ? ઉપરથી તેને બગાડી મૂક્યો એવી ફરિયાદ કરવા આવે છે ! ”
મેજર એ બાબતમાં પૂરા સંમત જ હતા.
વખત થતાં ગાડી એક મોટી ચીસ નાખી, ગર્જના અને ખટાખટ કરતી ઊપડી.
૨૧ નવા ચહેરા
લાર્મિઝન આવી મેજર અને મિત્ર ડોમ્બી યલ હોટલમાં ઊતર્યા.
ત્યાં આવ્યા બાદ મિ. ડોમ્બીને પોતાની જૂની ટેવ પ્રમાણે પિતાના ઓરડામાં ભરાઈ રહેવાનું જ મન થતું; પણ મેજરના આગ્રહથી તે તેમની સાથે બહાર ફરવા નીકળતા. મેજર આખે રસ્તે સામે મળતાં ઓળખીતાં માણસની સારીનરસી વાતો કર્યા કરતો.
એમ સવારે જ્યારે મેજર ફરવા નીકળવા બોલાવે, ત્યારે કે મિ. ડેબી પ્રથમ તો ના જ પાડે; પણ પછી મેજરની સાથે ફરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org