________________
૧૪૮
ડી એન્ડ સન મિ. ડોમ્બીને હવે ઓળખાણ પડી; પરંતુ સાથે સાથે એ ઓળખાણ કાઢવા બદલ મિડોમ્બીને મોં ઉપર તરત જ ગુસ્સાની એવી છાયા ફરી વળી કે, પેલો બિચારો આગળ બેલતે તરત રોકાઈ ગયો.
તારી બૈયરને પૈસા જોઈએ છે, નહિ ?” મિ. ડીએ ખીસામાં હાથ નાખતાં તુચ્છકારથી પૂછયું.
ના સાહેબ, આભાર; મને ખબર નથી. મારે તો નથી જ જોઈતા. અમારું બહુ સારું ગબડે છે, સાહેબ; અને એ બાબતમાં અમારે કશી ફરિયાદ-કરવાપણું નથી. તે પછી તો અમારે ચાર છોકરાં બીજાં જન્મ્યાં સાહેબ, પણ અમારી ગાડી બરાબર ગડગડશે જાય છે, સાહેબ.”
મિ. ડોમ્બીને પિતાની ઘોડાગાડીના ગડગડતા પૈડા નીચે આ માણસને છુંદી નાખવાનું મન થઈ ગયું. પણ પેલાએ આગળ ગડગડાવ્યું રાખ્યું – '
અમારું એક બાળક ગુજરી ગયું, સાહેબ, એની ના પાડી શકાય તેમ નથી, અલબત્ત.”
“તાજેતરમાં જ ને ?” મિ. ડોબીએ ઉમેર્યું.
ના સાહેબ, ત્રણેક વરસ થયાં. પણ બાકીનાં બધાં મજામાં છે. અને સાહેબ, તમને મેં કહ્યું હતું તેમ, મારા છોકરાઓએ ભેગા થઈ મને છેવટે વાંચતો કરી નાખ્યો છે—”
ચાલો મેજર,” મિડાબીએ વાત કાપવા પ્રયત્ન કર્યો.
માફ કરજો સાહેબ,” ટૂડેલે વચ્ચે આવી તેઓને રોકતાં કહ્યું; “પેલો મારે છોકરો હતો ને, બાઈલર–જેને તમે ચેરિટેબલ ગ્રાઈન્ડર બનાવવા મહેરબાની કરી હતી, તે બહુ બગડી ગયો સાહેબ.”
બગડી ગયો?” મિ. ડેખિીએ કંઈક સંતોષ સાથે પૂછયું.
“બહુ બેટી સેબતે ચડી ગયો સાહેબ. કોઈનું સાંભળતો નથી; પેલી બિચારી બહુ ચિંતા કરે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org