________________
૧૪૦
ડેરી એડ સન આવી પહોંચ્યા. તેમણે તરત જ ઑલ્ટરને કહ્યું, “દીકરા, તારો કાકે જે હું માનું છું તે ખરેખર સમજદાર માણસ હશે, તો મેંડિર દારૂની પિલી બાકી રહેલી બાટલી આજે જરૂર કાઢશે.”
કાકા-સેલ તરત જ બોલી ઊઠયા, “ના, ના, ને; એ બાટલી તે જ્યારે વૉટર પરદેશથી પાછા આવશે, ત્યારે જ ઉઘાડીશું.”
કેપ્ટને તરત ખેલદિલીથી આ નિરધારને પોતાનો હોય તેટલી જ ઉત્કટતાથી “હિયર, હિયર” કહીને બિરદાવ્યા; તથા જણાવ્યું કે, “એ બાટલી તેડતી વખતે આપણે ત્રણે જણ હાજર હોઈશું, એ અત્યારથી લખી રાખે !”
કેપ્ટન ખુશીઆનંદ વ્યક્ત કરવાને ગમે તેટલો કઢંગો પ્રયત્ન કરતા હતા, છતાં તેમના અંતરનો ફફડાટ અને વેદના તેમની બધી ચેષ્ટાઓમાં ભારોભાર વ્યક્ત થતાં હતાં.
નાસ્તા પછી ઑલ્ટર છેવટના ઉપર જઈ આવીને જેવો નીચે ઊતર્યો, તે જ બારણામાં કોઈને ડોકિયું કરવું જોઈને તથા તેને ઓળખી કાઢીને રાજી થતો થતો બેલી ઊડ્યો, “મિ. કાર્કર !”
આટલું કહી, તે જોન કાર્કર-જુનિયરને હાથ ભારપૂર્વક દબાવીને તેમને દુકાનમાં ખેંચી લાવ્યો. “
તેમને બેસાડવા પછી વોટર બોલ્યો, “મને વિદાય આપવા આટલી વહેલી સવારે અહીં સુધી આવ્યા તે બદલ તમારો આભારી છું. જતા પહેલાં તમારી સાથે હાથ મિલાવતાં મને કેટલે આનંદ થશે, એ તમે જાણે છે એટલે જ દોડી આવ્યા છે. ખરે જ, મને આ તક તમે આપી, તેથી હું ઘણો જ રાજી થયે છું !”
મિ. કાર્કર-જુનિયરે જવાબમાં ગંભીર ચહેરે એટલું જ કહ્યું, “લટર, આપણે ફરી કદી ભેગા થવાના નથી; અને તેથી તરે હાથ પકડવાની તથા તારી સાથે વાતચીત કરવાની આ તક મળવા બદલ મને પણ પારાવાર આનંદ થાય છે. તું મને હંમેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org